પંજાબમાં AAP દ્વારા 1 નવેમ્બરે મોટો ખુલાસો કરાશે

0
192
પંજાબમાં AAP દ્વારા 1 નવેમ્બરે મોટો ખુલાસો કરાશે
પંજાબમાં AAP દ્વારા 1 નવેમ્બરે મોટો ખુલાસો કરાશે

પંજાબમાં 1 નવેમ્બરે આમ આદમી પાર્ટી મોટો ખુલાશો કરશે તેની જાહેરાત આપ પંજાબ દ્વારા કરવામાં આવી છે અને સોશિઅલ મીડિયા પર એક પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે 1 નવેમ્બરે પંજાબ દિવસના અવસર પર લુધિયાણા કૃષિ મહા વિદ્યાલયમાં યોજાનારા એક બેઠક પહેલા આમ આદમી પાર્ટી તેના સત્તાવાર પેજ પર પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે . પંજાબ આમ આદમી પાર્ટી દ્વારા tweetમાં લખવામાં આવ્યું છે કે 1 નવેમ્બરે એક મોટો ખુલાસો કરવામાં આવશે. જેમાં ખબર પડશે કે ડ્રગ્સ કોણ પંજાબમાં સપ્લાય કરે છે અને પંજાબના યુવાધનને કોણ નશાયુક્ત બનાવી રહ્યું છે. ? આ નશાના કરોબારીઓને કોને આશ્રય આપ્યો છે ?તેનો ખુલાસો કરવામાં આવશે. કોણે પંજાબના યુવાનોને બેરોજગાર બનાવ્યા અને પંજાબના નાગરિકો સાથે છેતરપીંડી કરી છે. પંજાબની સૌથી મોટી ચર્ચામાં આ તમામ સવાલોનું દૂધનું ધુધ અને પાણીનું પાણી થશે . અને આ તમામ સવાલોના જવાબો 1 નવેમ્બરે આપવામાં આવશે. અને ખુલાસો કરવામાં આવશે.

પંજાબમાં જયારે આમ આદમી પાર્ટીએ મોટો ખુલાસો કરવાની જાહેરાત કરી છે ત્યારે આ મહા ચર્ચાનું આમ આદમી પાર્ટીના ઓફીશીયલ પેજ પર પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે. અને તેનું ટાઈટલ “મે પંજાબ બોલદા યા” રાખવામાં આવ્યું છે. આ મહા ચર્ચામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન એક વાર ફરી વિરોધીઓને જાહેરમાં ચર્ચા કરવા માટે આમંત્રિત કરી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી કહી રહ્યા છે કે આ ચર્ચા માત્ર SYL ની છે. જેમાં પંજાબના તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે. 1 નવેમ્બર 1966 ના દિવસે પંજાબ રાજ્યની રચના થઇ હતી. ત્યાર થી લઈને અત્યાર સુધીમાં કેવી રીતે ખેતીનો પાણી વિના દાટ વળ્યો છે. કેવી રીતે કેવી રીતે નફાકારક ધંધો ખોટનો ધંધો બન્યો. પંજાબના ખેડૂતોના ભાગનું પાણી ક્યા લુંટાયું ? પંજાબમાં ડ્રગ્સનું નેટવર્ક કેવી રીતે વધ્યું ? પંજાબના યુવાનોને કેવી રીતે નશાના ધંધામાં અને માદક પદાર્શોના બંધાણી બન્યા ? તે તમામ મુદ્દે મહા ચર્ચા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ મહા ચર્ચાનો સમય લગભગ 12 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. જેમાં દરેક પક્ષને 30 મિનિટ ફાળવવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં પંજાબમાં નશાના કારોબાર અને યુવાનોની બરબાદી સામે સુપ્રીમ કોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી. અને રાજ્યની આમ આદમી પાર્ટીની સરકારને પણ સવાલો કર્યા હતા. આ સાથે જ સુપ્રીમે પંજાબ સરકારને નકલી દારૂના વેચાણને રોકવા ઉઠાવવામાં આવેલા પગલાની વિગતો પણ રજૂ કરવા અને સોગંધનામું દાખલ કરવાની તે સમયે સુચના આપી હતી. તે સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો પંજાબમાં નશાની સમસ્યા પર કાબુ મેળવવામાં નહિ આવે તો યુવાધન બરબાદ થઇ જશે . સીએમ ભગવંત માને પંજાબને નશા મુક્ત બનાવવાનો નિર્ણય કરીને અમૃતસરથી પંજાબને નશામુક્ત બનાવવાનું અભિયાન પણ તાજેતરમાં શરુ કર્યું છે જે સમગ્ર રાજ્યમાં અલગ અલગ આયોજનો કરીને સફળ બનાવવામાં આવશે તેનો સંકલ્પ કરવામાં આવ્યો છે .