યુવાનોમાં વધતાં હાર્ટ એટેક પાછળ કોવિડ જવાબદાર, બે વર્ષ સુધી ભારે શ્રમ ન કરવો, આટલું કરજો, નહીં તો…

0
213
હાર્ટ એટેક
હાર્ટ એટેક

ચિંતાની વાત એ છે કે આમાંથી લગભગ તમામ મૃતકો યુવાનો છે. તેમને બચવા માટે પ્રાથમિક સારવારનો સમય પણ નથી મળતો. આ તમામ ઘટનાઓ પાછળ હાર્ટ એટેક ને જવાબદાર ઠેરવવામાં આવે છે.યુવાનોમાં હાર્ટ એટેક ના વધતા બનાવ જ્યાં ચિંતા વધારે છે, ત્યાં સ્વાસ્થ્ય મંત્રીએ સમસ્યાને કોવિડ સાથે સાંકળી છે. કોવિડના દર્દીઓએ હાર્ટ એટેક થી બચવા કેટલીક સાવચેતી રાખવી પણ જરૂરી છે. છેલ્લા કેટલાક સમયથી યુવાનો ભેદી રીતે જીવ ગુમાવી રહ્યા છે. કોઈ ચાલતાં ચાલતાં પડી જાય છે, તો કોઈ કસરત કરતાં ફસડાઈ પડે છે. ગરબા કરતી વખતે યુવાનોએ જીવ ગુમાવ્યા હોવાના પણ ઘણા કિસ્સા છે.

કોવિડનું સંક્રમણ હાર્ટને લગતી સમસ્યાઓનું કારણ
ચિંતાની વાત એ છે કે આમાંથી લગભગ તમામ મૃતકો યુવાનો છે. તેમને બચવા માટે પ્રાથમિક સારવારનો સમય પણ નથી મળતો. આ તમામ ઘટનાઓ પાછળ હાર્ટ એટેકને જવાબદાર ઠેરવવામાં આવે છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે યુવાનોમાં અચાનક કેમ હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. કોરોના કાળ બાદ આ પ્રમાણમાં ચિંતાજનક રીતે વધારો થયો છે, ત્યારે કોવિડ વેક્સિન અને સંક્રમણ સામે આંગળી ચિંધાઈ હતી. જો કે વેક્સિનને લીધે આ સમસ્યા સર્જાઈ હોવાના દાવાને ફગાવી દેવાયા છે, પણ કોવિડનું સંક્રમણ હાર્ટને લગતી સમસ્યાઓ માટેનું કારણ હોઈ શકે છે, આ વાત ખુદ દેશના સ્વાસ્થ્ય મંત્રીએ કહી છે, સાથે જ તેનાથી બચવાના રસ્તા પણ સૂચવ્યા છે.

કોવિડ અને હાર્ટ એટેક વચ્ચે સંબંધ
સ્વાસ્થ્ય મંત્રીનું આ નિવેદન દેખાડે છે કે કોવિડ અને હાર્ટ એટેક વચ્ચે સંબંધ છે. કોવિડનું ગંભીર સંક્રમણ થયું હોય તેવી વ્યક્તિઓના ફેફસાંને ભારે નુકસાન થતું હતું. આ જ કારણ છે કે આવી વ્યક્તિઓને સંક્રમણના બે વર્ષ સુધી ભારે શારીરિક શ્રમ કરવાથી દૂર રહેવા જણાવાયું છે. જેનાથી હ્દય પર વધારાનો ભાર ન આવે. કોવિડની સાથે અન્ય બિમારીઓ ધરાવતા વ્યક્તિઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

કોવિડના દર્દીઓઓનો સર્વે
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કોવિડના દર્દીઓ વચ્ચે આ સર્વે કર્યો હતો. જેમાં રિકવરી બાદની સ્થિતિનો પણ અભ્યાસ કરવામાં આવ્યો. સર્વેમાં સામેલ કોવિડના મોટાભાગના દર્દીઓ યુવા વયના હતા.