ઈઝરાયેલ-હમાસ યુદ્ધ
દિલ્હીમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન
કેરળના સીએમ પિનરાઈ વિજયન વિરોધ પ્રદર્શનમાં થયા સામેલ
ભારત સરકાર દ્વારા ઈઝરાયેલને આપવામાં આવેલા સમર્થનનો વિરોધ કર્યો
દિલ્હીમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજાયો હતો. કેરળના સીએમ ‘પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.ત્યારે સમગ્ર વિશ્વમાં ઈઝરાયલ દ્વારા હમાસ પર સતત કરવામાં આવી રહેલા હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે દિલ્હીમાં પણ ઈઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા હુમલાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કેરળનાસીએમ પિનરાઈ વિજયને અને તેમની સાથે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM) નેતા સીતારામ યેચુરી દિલ્હીમાં ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ સામે વિરોધ કરતા જોવા મળ્યા હતા.
નોંધનીય છે કે રવિવારે કેરળના એર્નાકુલમના કલામસેરીમાં રવિવારે સવારે એક સંમેલન કેન્દ્રમાં પ્રાર્થના સભા દરમિયાન અનેક વિસ્ફોટો થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, 9 વાગ્યાની આસપાસ થયેલા વિસ્ફોટ પછી, આગામી એક કલાકમાં ઘણા વધુ વિસ્ફોટ થયા. જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. જો કે, જ્યારે પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે, ત્યારે કેરળના સીએમ પિનરાઈ વિજયન દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી વિજયન અને CPM નેતાઓ સીતારામ યેચુરી અને વૃંદા કરાત સાથે AKG ભવનની બહાર વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. પ્રદર્શનમાં પ્રદર્શિત કરાયેલા પોસ્ટરોમાં લખ્યું હતું, “ગાઝામાં આ નરસંહાર આક્રમણ બંધ કરો.”
વિરોધ દરમિયાન કેરળના સીએમએ શું કહ્યું?
સીએમ પિનરાઈ વિજયને વિરોધ પ્રદર્શન દરમિયાન જણાવ્યું હતું કે, “અમે અહીં પેલેસ્ટિનિયન લોકો સામે અમાનવીય નરસંહાર અને ભારત સરકાર દ્વારા ઈઝરાયેલને આપવામાં આવેલા સમર્થનનો વિરોધ કરવા આવ્યા છીએ. ભારત સરકારનું સ્ટેન્ડ તેમની જમીન માટે લડી રહેલા પેલેસ્ટિનિયન લોકો વિરુદ્ધ છે. આ ભારત પ્રત્યેની અમારી નીતિનું સીધું ઉલ્લંઘન છે. તે ચોંકાવનારું છે કે ભારત સરકારે આ મુદ્દે યુએનમાં વોટિંગમાં પણ ભાગ લીધો ન હતો, જેના કારણે અમેરિકા અને ઈઝરાયેલને સમર્થન આપ્યું હતું.”
વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ