હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડીયાના વિઝનને કારણે દેશના અંતરિયાળ ગામ સુધી આરોગ્ય સેવાઓ પહોંચી છે. નવેમ્બર ૨૦૧૯માં શરુ કરવામાં આવેલી ઈ સંજીવની સેવાઓ આજે ભારતના નાગરિકો માટે ખુબ અસરકારક સાબિત થઇ રહી છે. હરિયાણામાં પણ ઈ સંજીવની ઓ.પી.ડી.સેવાઓ ૧૬ ઓગસ્ટ ૨૦૨૧થી ઉપલબ્ધ કરવામાં આવી છે. ઈ સંજીવની એ વાતનો પુરાવો છેકે ભારતમાં ડિજીટલ હેલ્થનો યુગ શરુ થયો છે. મુખ્યમંત્રી મનોહર લાલે ચંડીગઢમાં એક વિશેષ ચર્ચા કાર્યક્રમમાં ઓડીઓ કોન્ફરન્સ દ્વારા સ્વાસ્થ સેવાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો . મુખ્યમંત્રીએ કહ્યું કે કોવિદ -19 રોગચાળા દરમિયાન ઘરની બહાર નીકળવું જોખમી હતું. અને વાયરસના ચેપી રોગને રોકવા માટે લોકડાઉન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે કોવિદ હોસ્પિટલોમાં લોકો જતા ડરતા હતા અને દર્દીઓની મોટી સંખ્યાને કારણે ડોક્ટર્સ મળવું ખુબ મુશ્કેલ હતું. ત્યારે ઘરે બેઠા ઈ સંજીવની સેવા હરિયાણાના નાગરિકોને પણ મળી રહે તે માટે રાજ્યમાં શરુ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો. અને અનેક લાભાર્થીઓ અત્યાર સુધીમાં આ યોજનાનો લાભ લઇ રહ્યા છે. ઘરે બેઠા ઓન લાઈન હેલ્થ સુવિધા અને જાણકારી મેળવવા નાગરિકો ઉપયોગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી મનોહર લાલે કહ્યું કે દરેક વ્યક્તિને આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે ટેલીફોનીક ચર્ચા વ્યાપક અને તજજ્ઞોની સલાહ પ્રમાણે શરુ કરવામાં આવ્યું છે.
સીએમ મનોહર લાલે જણાવ્યું કે ચંડીગઢમાં સુપર સ્પેશીયાલીટી હબ શરુ કરવામાં આવ્યું છે. હરિયાણા રાજ્યની દરેક સરકારી સિવિલ હોસ્પિટલમાં 22 ટેલીફોનીક સેન્ટર હેલ્થ સુવિધા અને જાણકરી માટે શરુ કરવામાં આવ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્રમાં નાગરિકો આ સુવિધાનો લાભ લઇ રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 50 હજાર કરતા વધુ નાગરિકોએ ઈ સંજીવની હેલ્થ સેવાનો લાભ લીધો છે.
સી.એમ મનોહર લાલે કહ્યું કે હરિયાણામાં સ્વાસ્થ સેવા પૂરી પડતા કેન્દ્રમાં મોટા પાયે પરિવર્તન કરવામાં આવ્યું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ સરકારી હોસ્પિટલમાં તમામ તોગની સારવાર સમયસર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકારે આરોગ્ય સેવાનો પૂરી પાડવા સહિત ઈ સંજીવની હેલ્થ કાર્યક્રમ વધુ મજબુત બંને અને બહોળા પ્રમાણમાં નાગરિકો ઘરે બેઠા લાભ લઇ શકે તે માટે પણ પ્રયત્નો કાર્ય છે અને સફળતા મળી છે.