સરકારનું એમેઝોનઃ 2 લાખ કરોડથી વધુનો સામાન વેચાયો, શું તમે ખરીદી કરી..?

0
287
Online Shopping Website GeM
Online Shopping Website GeM

Online Shopping Website GeM : એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન શોપિંગ (Online Shopping) ઈ-કોમર્સ વેબસાઈટ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. દરેક પ્રોડક્ટ્સમાં અહી ડિસ્કાઉન્ટ અને ઓફર આપવામાં આવે છે, તેથી ઓનલાઈન માર્કેટમાં તેમનો દબદબો છે. પણ તમને શું ખબર કે એક વેબસાઈટ છે અને તેમાં પણ ઘણી બધી વસ્તુઓ મળે છે અને એ પણ આકર્ષક ઓફરમાં. તેને ‘સરકારનું એમેઝોન’ (GEM) કહેવામાં આવશે.

ફેસ્ટિવ સીઝન શરૂ થઈ ગઈ છે. આવામાં તમામ ઓનલાઈન શોપિંગ વેબસાઈટ્સ એક્ટિવ થઈ જશે અને અનેક ફાયદાકારક ઓફર પણ કરશે. આ વેબસાઈટ્સમાં સૌથી પહેલું નામ આવે છે અમેઝોન અને ફ્લિપકાર્ટનું, આમ થવા પાછળનું એક મોટું કારણ છે તેના પર મળતા જબરદસ્ત ડિસ્કાઉન્ટ.

હકીકતમાં આ વેબસાઈટ્સ પર તમે ભલે કોઈ પણ પ્રોડક્ટ ખરીદતા હોવ પણ તેના પર માર્કેટ કરતા વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે. જેના કારણે ગ્રાહકો ઘણી બચત કરી શકે છે. જો કે એક સરકારી વેબસાઈટ (Online Shopping) એવી પણ છે જેના પર સરર્વે પણ થઈ ચૂક્યો છે અને એ વાત સામે આવી હતી કે તેના પર પ્રોડક્ટની કિંમત ઓનલાઈન શોપિંગ સાઈટ્સથી પણ ઘણી ઓછી છે. આવામાં આજે અમે તમને એ વેબસાઈટ વિશે જણાવીશું. 

1 83
GeM

મોદી સરકાર તરફથી સરકારી ખરીદીમાં ભ્રષ્ટાચારને નાબુદ કરવાના હેતુથી ઓનલાઈન શોપિંગ પોર્ટલ બનવવામાં આવ્યું છે, જે વિશ્વનો નંબર-2 ઈ-માર્કેટપ્લેસ બની ગઈ છે. સરકારી ખરીદી વેબપોર્ટલ GeM (ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ) પરથી 2 લાખ કરોડથી વધુનો ઓનલાઈન સામાન વેચાયો છે.

પહેલા જાણો GeM શું છે?

GeM (ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ) મૂળભૂત રીતે ઈન્ટરનેટ આધારિત માર્કેટપ્લેસ છે, જ્યાં સરકારી ખરીદી કરવામાં આવે છે. આ સરકારી ખરીદીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, પબ્લિક સેકટર કંપની અને સરકારી સંગઠનનો જો નાની સોય પણ ખરીદવી હશે તો તે  તમામ વસ્તુઓ તેમણે GeM પરથી જ ખરીદવી પડશે.

હાલમાં GeM પર 64,403 સરકારી સંસ્થાઓ સામેલ છે, જેનો ઉપયોગ 1074 ઉત્પાદનો અને 271 સેવાઓ માટે થાય છે. પાંચ વર્ષ કે અંદર પણ GeM વિશ્વની સૌથી મોટી સરકારી ઈ- ખરીદીનું પ્લેટફોર્મ બની ગયું છે.

સરકારી ઈ-માર્કેટ પ્લેસ (GeM) ના ફાયદા શું છે?

વિશ્વ બેંકે GeM પર સ્વતંત્ર અભ્યાસ હાથ ધર્યો હતો અને જાણવા મળ્યું હતું કે, સરકારી ઈ-માર્કેટપ્લેસ સાઇટના ખરીદદારો ઘણીવાર સરેરાશ કિંમત પર 9.75% બચાવે છે. આ ઉપરાંત વિક્રેતાઓને તમામ સરકારી વિભાગોમાં આ સીધો પ્રવેશ છે. ન્યૂનતમ પ્રયત્નો સાથે માર્કેટિંગ માટે આ વન-સ્ટોપ શોપ છે.

GeM
Online Shopping Website GeM

કઈ છે આ સરકારી વેબસાઈટ
હકીકતમાં Gem નામની એક સરકારી ઓનલાઈન માર્કેટ (Online Shopping) પ્લેસ છે, જે ખુબ સસ્તા ભાવે પ્રોડક્ટ્સનું વેચાણ કરવા માટે ખુબ જ લોકપ્રિય છે. આ પ્લેટફોર્મ પર ગ્રાહકો સારી ક્વોલિટીની પ્રોડક્ટ ખરીદી શકે છે. આ સરકારી વેબસાઈટ પર તમને પ્રોડક્ટ્સની લાંબી રેન્જ મળી રેહશે. વેબસાઈટ પર જે પણ પ્રોડક્ટ ઓફર કરવામાં આવે છે, તે પ્રોડક્ટની ક્વોલિટી પર ખુબ ભાર મૂકવામાં આવે છે. 

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે 9 ઓગસ્ટ, 2016ના રોજ એક GeM ની શરૂઆત કરી હતી. સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (Micro, Small, and Medium Enterprises)ને ઉત્થાન આપવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. GeM એ એક ગતિશીલ, આત્મનિર્ભર અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ સાઇટ છે, જે સરકારી અધિકારીઓ, સંસ્થાઓ અને PSU ને સામાન્ય માલસામાન અને સેવાઓને ઑનલાઇન ખરીદવાની મંજૂરી આપે છે.

દેશ, દુનિયા અને અન્ય સમાચાર વાંચવા – અહી કલિક કરો –