Cyclone Tej: અરબ સાગરમાં વધુ એકવાર ચક્રવાત સિસ્ટમ સક્રિય થઇ રહ્યું છે. આ ચક્રવાત (Cyclone Tej Alert) ભારતમાંથી પસાર થવાનું છે. હવામાન વિભાગે તેના સંબંધમાં અપડેટ આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ડિપ્રેશન દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રના વિસ્તારમાં સક્રિય થયું છે, જે 21 ઓક્ટોબરની સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. એટલે કે, 21મી ઓક્ટોબરની સવારથી હવામાનની પેટર્ન બદલાશે અને દરિયામાં હિલચાલ જોવા મળશે.
હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાત માટે નામકરણ પ્રણાલીઓને અનુસરીને, આ ચોક્કસ વાવાઝોડાને ‘તેજ’ નામ આપવામાં આવ્યું છે, આ પહેલા જે વાવાઝોડું આવ્યું હતું તેનું નામ ‘બિપરજોય’ (Cyclone Biparjoy) હતું.
હવામાન વિભાગથી પ્રાપ્ત માહિતીનુસાર આ વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધ્યા બાદ વધારે તીવ્ર બની અતિ ભીષણ ચક્રવાત (Cyclone Tej Alert)માં રૂપાંતર થવાની શક્યતા છે. 22 ઓક્ટોબરની સાંજ સુધીમાં તે વધારે ભીષણ બની શકે છે અને ઓમાનના દરિયા કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આગામી ચોવીસ કલાકમાં પવનની ગતિ વધીને 70- 89 KMની થઈ સાયક્લોનિક સર્ક્યુલેશન વાવાઝોડા (Cyclone Tej Alert)માં ફેરવાશે. ગુજરાતના દરિયાકાંઠા ઉપર ભયસૂચક સિગ્નલ લગાડવામાં આવ્યા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે અલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગે નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી લોકોને ચેતવણી આપી છે. ‘તેજ’ (Cyclone Tej Alert) નામના ચક્રવાતને પગલે સમુદ્રમાં કરંટ જોવા મળી શકે છે. સાવચેતીને ભાગરૂપે ઓખા બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે.
હવામાન વિભાગ ‘હાલ સાયક્લોન લોપ્રેશર બનીને તે વેલ માર્ક લો પ્રેશર બન્યું છે અને હવે તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ ગયુ છે. જે આગામી 24 કલાકમાં વધુ પ્રબળ બનશે. બાદ 22 તારીખે આ સિસ્ટમ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બનવાની શક્યતા છે. જેનું મુવમેન્ટ સાઉથ ઓમાન અને એમ એન કોસ્ટ તરફ રહેશે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે કેટલીકવાર તોફાનો અનુમાનિત માર્ગથી ભટકી શકે છે, જેવું ચક્રવાત ‘બિપરજોય’ (Cyclone Biparjoy) ના કિસ્સામાં જોવા મળ્યું હતું. જૂનમાં અરબી સમુદ્રમાં રચાયેલ ‘બિપરજોય’ અને શરૂઆતમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યા બાદ ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી તરફ ફંટાયું હતું.
દેશ, દુનિયાના વધુ સમાચાર વાંચવા – અહી કલિક કરો –