હરિયાણા : એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર ખેલાડીઓનું કરાયું સન્માન

0
501
હરિયાણા : એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર ખેલાડીઓનું કરાયું સન્માન
હરિયાણા : એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર ખેલાડીઓનું કરાયું સન્માન

એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર હરિયાણાના ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કરનાલ ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા . આ દરમિયાન હરિયાણાના 44 ખેલાડીઓ કે જેમણે એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો તે ખેલાડીઓનું સન્માન અને એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર ખેલાડીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. હરિયાણાના મુખ્યમંત્રી કર્ણ નગરી કરનાલમાં એશિયન ગેમ્સના ખેલાડીઓના સન્માનમાંતે પહોંચ્યા અને તમામ ખેલાડીઓને બિરદાવ્યા જેમાં હરિયાણાના 22 ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં અલગ અલગ રમતોમાં મેડલ જીત્યા હતા તે ખેલાડીઓને કરનાલના કર્ણ સ્ટેડીયમમાં ખાસ આયોજન કરીને સન્માન આપવામાં આવ્યું. મુખ્યમંત્રીએ ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીને રૂપિયા 3 કરોડ , સિલ્વર મેડલ જીતનાર ખેલાડીને રૂપિયા 1.5 કરોડ અને બ્રોન્ઝ મેડલ જીતનાર ખેલાડીને 75 લાખ રૂપિયાનો પુરસ્કાર અને જોબ ઓફર લેટર આપીને સન્માન આપ્યું.

હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે એશિયન ગેમ્સમાં ભારતે 107 મેડલ જીત્ય છે જેમાં હરિયાણાના 44 ખેલાડીઓએ 33 મેડલ જીતીને લાવ્યા છે. જેમાંથી 22 ખેલાડીઓ નું સન્માન કરવામાં આવ્યું . દેશે જીતેલા કુલ મેદાલમાં હરિયાણાનો ફાળો 41 ટકા જેટલો છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે જાહેરાત કરી હતી કે પંચકુલા અને ઝજ્જરમાં માં બે નવી શુટિંગ રેંજ અને ફરીદાબાદમાં અને યમુના નગરમાં તીરંદાજી રેંજ ખોલવામાં આવશે. આ ઉપરાંત મેડલ વિજેતા તમામ ખેલાડીઓને વિતા ઘીનું ટીન આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

એશિયન ગેમ્સમાં હરિયાણાના ખેલાડીઓનો મેડલ જીતવામાં સિંહ ફાળો છે . તેને કારણે હરિયાણામાં મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર પંચકુલા, કુરુક્ષેત્ર, કૈથાલ, ભીવાની , ચરખી, દાદરી રોહતક , ઝાજ્જર, ફરીદાબાદ, અને પલ્વાલમાં રમતોની પ્રેક્રીસ માટે કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે . ટૂંક સમયમાં હિસાર, સિરસા, સોનીપત અને કરનાલમાં કેન્દ્રો શરૂ કરવામાં આવશે. તેના વિસ્તરણ અને વિકાસ માટે 5 લાખ રૂપિયાની માંન્જુતી રાજ્ય સરકારે આપીને રકમ ફાળવી છે.

2 58

આપને જણાવી દઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલો ઇન્ડિયા અંતર્ગત દેશના તમામ રાજ્યોમાં ખેલ મહાકુંભ શરુ કરવામાં આવ્યા છે જેમાં તાલુકા કક્ષાએ , જીલ્લા કક્ષાએ અને ત્યાર બાદ રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભ દ્વારા રમતોત્સવ આયોજન કરવામાં આવે છે અને ખેલાડીઓને કોચીન અને આધુનિક સુવિધાઓ પૂરી પાડીને તૈયાર કરવામાં આવે છે. દેશભરથી તમામ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓની એશિયન ગેમ્સ સહિતની રમતોમાં પસંદગી કરવામાં આવે છે અને જ્યારથી આ પ્રકારનું આયોજન થયું છે ત્યાર થી દેશમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતવાની સંખ્યામાં વધારો થયો છે.