હર્ષ સંઘવીના સિંઘમો ભરાયા – ખેડા માં જાહેરમાં યુવકોને ફટકારનાર પોલીસ કર્મીઓને 14 દિવસની સજા, ગુજરાત હાઈકોર્ટનો આદેશ

0
208
હાઇકોર્ટે સજા આપી
હાઇકોર્ટે સજા આપી

ખેડા પોલીસ દ્વારા જાહેરમાં માર મારવાનો મામલે ચાર પોલીસ કર્મચારીઓને ગુજરાત હાઇકોર્ટ સજા ફટકારી … 14 દિવસની કેદની સજા અને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે ગુજરાતના ખેડામાં ગયા વર્ષે ગરબા કાર્યક્રમમાં પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં ખેડા પોલીસ બરાબરની ફસાઈ છે. હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. પોલીસકર્મીઓએ પીડિત યુવકોને વળતર ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. ત્યારે પીડિત મુસ્લિમ યુવકોએ વળતર લેવાની ઓફરને ફગાવી દીધી હતી. કોર્ટના હુકમના તિરસ્કારના દોષિત 4 પોલીસ કર્મીઓને ગુજરાત હાઈકોર્ટે સજા ફટકારી છે. હાઈકોર્ટે ચારેય પોલીસ કર્મીઓને 14 દિવસની કેદની સજા અને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 4 આરોપી પોલીસ કર્મીઓએ કોર્ટના ઓર્ડર મળ્યાના 10 દિવસમાં હાજર થવા ફરમાન કરાયું છે.


પીડિતોએ વળતર ઓફર ફગાવી


પોલીસકર્મીઓએ પીડિત યુવકોને વળતર ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. ત્યારે પીડિત મુસ્લિમ યુવકોએ વળતર લેવાની ઓફરને ફગાવી દીધી હતી. સમગ્ર મામલે પોલીકર્મીઓ દ્વારા પીડિતોને વળતર ચૂકવીને તેમની સામે કાયદાકીય પગલા લેવાના બદલે સમાધાન કરવાની તક માટે કોર્ટમાં વિનંતી કરી હતી. આ માટે સોમવારે થયેલી સુનાવણીમાં પીડિતોના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમના અસીલને વળતર નહીં પરંતુ ન્યાય જોઈએ છે. કોર્ટે કરેલી સજા સામે દોષિતોના વકીલ તરફથી સ્ટેની માંગણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા માટે સ્ટેની માંગ કરવામાં આવી છે. હાઈકોર્ટે પોતાના હુકમમાં સજાની અમલવારી પર 3 મહિનાનો સ્ટે આપ્યો. ફરિયાદી અને પોલીસકર્મીઓ વચ્ચે સમાધાન નહિ થતાં કોર્ટે કાર્યવાહી છે.


શું છે સમગ્ર મામલો?


ગયા વર્ષે ઑક્ટોબર 2022 માં, નવરાત્રિ દરમિયાન, ખેડા જિલ્લાના ઉંધેલા ગામમાં ગરબા કાર્યક્રમ દરમિયાન પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં કેટલાક ગ્રામજનો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરીને મુસ્લિમ સમાજના 13 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે તેઓની ધરપકડ કરી ગામના જાહેર મેદાનમાં ઉભા કરી લાકડીઓ વડે માર માર્યો હતો. તેના ફોટા અને વીડિયો મીડિયામાં વાયરલ થયા હતા. પોલીસ વડાએ તપાસ હાથ ધરી હતી. આ સાથે મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ખેડા જિલ્લામાં ગયા વર્ષે ચાર પોલીસકર્મીઓ દ્વારા વ્યક્તિ જાહિરમીયા મલેક (62), મકસુદાબાનુ મલેક (45), સહદમીયા મલેક (23), સકીલમીયા મલેક (24) અને શાહિદરાજા મલેક (25) ને જાહેરમાં થાંભલે બાંધી માર મારવામાં આવ્યા હતા.
ગુજરાતના ખેડામાં ગયા વર્ષે નવરાત્રિના કાર્યક્રમ દરમિયાન પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કારણે પોલીસકર્મીઓની મુશ્કેલીઓ વધી છે. જાહેરમાં યુવકોને થાંભલા સાથે ઊભા રાખીને માર મારનારા પોલીસકર્મીઓ સામે હાઈકોર્ટે આરોપો ઘડ્યા છે. ગત વર્ષે નવરાત્રિની સિઝનમાં ખેડા પોલીસે નવરાત્રિના કાર્યક્રમમાં વિક્ષેપ પાડવા અને પથ્થરમારો કરવાના આરોપસર કેટલાક યુવાનોને તાલિબાની સ્ટાઈલમાં થાંભલા પર ઉભા કરી જાહેરમાં માર માર્યો હતો. ખેડા પોલીસ દ્વારા માર મારવાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ પછી તત્કાલિન ડીજીપી આશિષ ભાટિયાએ તપાસના આદેશ આપ્યા હતા. આ સાથે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.