દિલ્હી : પત્રકાર સૌમ્યા વિશ્વનાથન મર્ડર કેસ, પાંચેય આરોપીઓ દોષિત

0
309
2008 murder of journalist Soumya Vishwanathan
2008 murder of journalist Soumya Vishwanathan

Soumya Viswanathan Murder Case : સાકેત કોર્ટે 2008માં ટીવી પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યા કેસમાં પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે બલજીત મલિક, અમિત શુક્લા, રવિ કપૂર, અજય કુમાર અને અજય સેઠીને દોષિત જાહેર કર્યા છે. આ કેસની આગામી સુનાવણી 26 ઓક્ટોબરે થશે. સૌમ્યા વિશ્વનાથનની હત્યા કેસ (Soumya Viswanathan Murder Case)ની મહત્વની કડીઓ પોલીસને ત્યારે મળી જ્યારે દિલ્હી પોલીસ અન્ય કેસની તપાસ કરી રહી હતી.

પાંચેય ગુનેગારોની સજા એક જ દિવસે જાહેર થઈ શકે છે. તમામ ગુનેગારોને MCOCA, હત્યા અને લૂંટના ગુના હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ સિવાય અજય સેઠીને ગુનેગારોને મદદ કરવા અને MCOCAનો દોષી ઠેરવવામાં આવ્યો છે.

1 67
Parents of Soumya Viswanathan

15 વર્ષ પહેલા 2008માં સૌમ્યા વિશ્વનાથનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સૌમ્યા વિશ્વનાથન 30 સપ્ટેમ્બર 2008ના રોજ બપોરે 3.30 વાગ્યે પોતાની કારમાં ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન તેને ગોળી વાગી હતી. પોલીસે દાવો કર્યો હતો કે તેની હત્યા પાછળનો હેતુ લૂંટનો હતો.

પાંચ લોકો, રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત મલિક, અજય કુમાર અને અજય સેઠીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, તમામ આરોપીઓ માર્ચ 2009 થી પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે આરોપીઓ પર મકોકા (MCOCA) પણ લગાવ્યો હતો.

ચુકાદા પછી મીડિયા સાથે વાત કરતા સૌમ્યાની માતાએ કહ્યું હતું કે, “અમે અમારી પુત્રી ગુમાવી છે, પરંતુ આ અન્ય લોકો માટે પાઠ સમાન રહેશે.” તેણે કહ્યું કે તે ગુનેગારોને આજીવન કેદની સજા ઈચ્છે છે.

ઉલ્લેખનીય છે કે, IT પ્રોફેશનલ જિગીશા ઘોષની હત્યાની તપાસ કરતી વખતે પોલીસને આ કેસમાં મહત્વની કડી મળી હતી. પત્રકાર વિશ્વનાથનની હત્યા (Soumya Viswanathan Murder Case)ના મહિનાઓ બાદ ફરીદાબાદમાં જીગીશા ઘોષ મૃત હાલતમાં મળી આવ્યો હતો. આઈટી અધિકારીના મૃત્યુના કેસમાં પોલીસે કપૂર, શુક્લા અને મલિકની ધરપકડ કરી હતી. આ કેસના પૂછપરછ દરમિયાન, પોલીસને વસંત વિહાર હત્યા કેસ (Soumya Viswanathan Murder Case) સાથે સંબંધિત કડીઓ મળી આવી હતી. આ પછી વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

2009માં દાખલ કરવામાં આવેલી 620 પાનાની ચાર્જશીટમાં દિલ્હી પોલીસે કહ્યું હતું કે હત્યા પાછળનો મુખ્ય હેતુ લૂંટનો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારી એચજીએસ ધાલીવાલે કહ્યું હતું કે, “તેઓ પર હત્યા, પુરાવાનો નાશ, બનાવટી અને ગુનાહિત કાવતરું રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પાંચેય આરોપીઓ સામે મકોકાની કલમ પણ લગાવવામાં આવી છે.” ચુકાદા પછી વરિષ્ઠ પોલીસ અધિકારીએ સૌમ્યા વિશ્વનાથનની માતાને ગળે લગાવ્યા હતા. દેશ દુનિયાના સમાચાર વાંચવા માટે – અહી ક્લિક કરો –