હરિયાણાના હિસારમાં નવરાત્રી દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ સક્રિય

0
280
હરિયાણાના હિસારમાં નવરાત્રી દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ સક્રિય
હરિયાણાના હિસારમાં નવરાત્રી દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ સક્રિય

હરિયાણા સહિત દેશભરમાં નવરાત્રી દરમિયાન ભેળસેળનો કારોબાર કરનારા તત્વો સક્રિય થયા છે. અને નવરાત્રીના પર્વ પર લોકોના સ્વાસ્થ સાથે ચેડા ન થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સઘન તપાસ હાથ ધરી છે અને અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ છે. હરિયાણાના હિસારમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અલગ અલગ જગ્યાએ વેપારીઓ પાસેથી બીયા સાથેનો લોટ, સહિત અન્ય ખાદ્ય પદાર્થોની તપાસ હાથ ધરી છે.

હિસારમાં ખાણીપીણી બજાર અને  દુકાનોમાં અલગ અલગ સ્થળે ફૂડ સેફ્ટી વિભાગે તાજેતરમાં કેટલીક તપાસ કરી હતી કારણ કે વિભાગને માહિતી મળી હતી કે નવરાત્રી દરમિયાન વેચાતા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમોએ  જુદી જુદી જગ્યાએ જઈને ચણાનો લોટ અને તથા ખાદ્ય સામગ્રીઓના  નમૂના લીધા હતા. અને તપાસ માટે મોકલી આપ્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે કેટલાક  દુકાનદાર પાસે ખાદ્યપદાર્થો વેચવાનું લાઇસન્સ નથી.  નવરાત્રી દરમિયાન આ તપાસ કરવા માટે એસડીએમ દ્વારા અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે .  મુખ્ય બજારમાં આવેલી દીકનોમાં અને સ્ટોલ પર ઘઉંનો લોટ અને  પનીર , ઘી સહિતની ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરવાનું બહાર આવ્યું હતું. અને દુકાનોમાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા હતા અને તેમને ટેસ્ટ કરવા માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. . આ ઉપરાંત કેટલીક દુકાનોના દસ્તાવેજો અધિકારીઓએ ચકાસણી કરતા જાણવા મળ્યું કે યોગ્ય નોંધણી સ્થાનિક તંત્ર પાસેથી કરાઈ નથી  . ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે શહેરની અન્ય દુકાનો પર નવરાત્રી દરમિયાન તપાસ ચાલુ રાખશે અને વધુ નમૂનાઓ એકત્રિત કરશે. અને લોકોને તહેવારો દરમિયાન સ્વાસ્થપ્રદ વાનગીઓ મળી શકે .

આપને જણાવી દઈએકે નવરાત્રી પર્વ પછી દિવાળીનું મહાપર્વ શરુ થશે ત્યારે મીઠાઈ અને તહેવારોમાં વપરાતા ખાદ્યપદાર્થોની માંગમાં વધારો થશે અને તેને કારણે કેટલાક વેપારીઓ અને ખાણીપીણી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો વધુ નફો રળી લેવાના વિચારથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે અને ક્યારેક સસ્તા પ્રકારના ખોરાક અને મીઠાઈથી ફૂડ પોઝ્નીંગની ઘટના સામે આવતી હોય છે ત્યારે હરિયાણામાં તંત્ર સજ્જ છે અને ખાદ્ય પદાર્થો સહિત ભેળસેળ કરવાવાળા તત્વો પર સકંજો કસી રહ્યા છે.