અમદાવાદીઓને અચાનક રૂપિયા બે હજારની નોટ બદલવાનું યાદ આવ્યું હોય તેવા દ્રશ્યો અમદાવાદ સ્થિત RBI બેંકમાં જોવા મળ્યા . અમદાવાદમાં રૂપિયા 2000ની નોટ બદલવા રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની બહાર લાંબી લાગેલી લાઈનો જોતા એવું લાગ્યું કે આમ અચાનક કેવી રીતે લોકોને યાદ આવ્યું કે 2000 રૂપિયાની નોટ બદલવાની રહી ગઈ છે ! .. જે લોકોએ સમય મર્યાદામાં શહેરની બેંકમાં રૂપિયા બે હજારની નોટ બદલી નથી તેઓએ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર લાઈન લગાવતા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની જરૂર પડી હતી. પરંતુ આ દ્રશ્ય જોતા સવાલો થઇ રહ્યા હતા કે અમ અચાનક કેવી રીતે લોકોને ખ્યાલ આવ્યો કે મારી પાસે બે હજારની નોટ છે અને બદલવાની રહી ગઈ છે. ? જયારે સમય મર્યાદા પ્રમાણે શહેરની તમામ બેંક પર બે હજારની નોટ બદલવાની પ્રક્રિયા કરવામાં આવતી જ હતી અને 7 ઓક્ટોબર સુધીનો સમય પણ દેશના તમામ નાગરિકોને આપવામાં આવ્યો હરો. ત્યારે સમય મર્યાદા પૂર્ણ થતાજ રીઝવ બેંક ઓફ ઇન્ડિયા પર બદલવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે . RBI અધિકારીઓના જણાવ્યા અનુસાર સરકારના જાહેરનામાં અનુસાર 7 ઓક્ટોબર પછી બે હજારની નોટ ફક્ત રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કચેરીએ જ હવે નોટ બદલવામાં આવશે અને જે લોકોને શહેરની બેંક પર સહેલાઈથી કોઈ પણ લાઈન વિના જયારે રૂપિયા બે હજારની નોટ બદલી શકાતી હતી ત્યારે હવે ભરતાપમાં લાંબી લાઈન લગાવીને બે હજારની નોટ બદલવા ક્યાંથી અચાનક આવ્યા તે મોટો સવાલ થઇ રહ્યો છે.
કોણ કરી રહ્યું છે 2000 રૂપિયાની નોટ બદલવાનો વહીવટ ? અનેક સવાલો થઇ રહ્યા છે અમદાવાદમાં
રૂપિયા 2000ની નોટ બદલવા માટે ભર તાપમાં લાગેલી લાઈનોમાં મહિલાઓ, વૃધ્ધો, યુવાનો જોવા મળ્યા અને ગરમીથી શેકતા આ લોકોને જયારે પૂછવામાં આવ્યું ત્યારે અલગ અલગ જવાબ સાંભળવા મળ્યા . અનેક લોકોને જયારે મીડિયાકર્મીઓએ સવાલ કર્યો કે કેમ રૂપિયા 2000ની નોટ જયારે સહેલાઈથી બદલી શકાતી હતી તો પછી આમ લાઈનમાં ઉભા રહેવાનું કારણ શું ? ત્યારે અનેક લોકોએ એકજ જવાબ આપ્યો કે અમારી પાસે લગભગ 2000 રૂપિયાની નોટ બચી ન હતી અને સમય મર્યાદામાં બદલવાની પ્રક્રિયા પણ કરી હતી. પરંતુ હાલ દિવાળીની સાફ સફાઈ ચાલી રહી છે ત્યારે તિજોરીમાંથી બે ત્રણ નોટ 2000 રૂપિયાની મળતા રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કચેરીએ બદલવા આવ્યા છીએ .પરંતુ આમ અચાનક આટલા બધા લોકોને દિવાળીની સાફસફાઈ દરમિયાન બે હજારની નોટ મળી હોય તેવું બની ન શકે .. ક્યાંક કોઈ મોટો ગોલમાલ કરી રહ્યું છે અને સાવ સામાન્ય કમીશનની લાલચમાં તડકે શેકતા આ લોકો કોઈ અન્ય વ્યક્તિનો વહીવટ કરતા હશે તેવી આશંકા પણ જાણકાર લોકો વ્યક્ત કરી રહ્યા છે.