કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મણિપુર હિંસા અંગે સાધ્યું નિશાન

0
213
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મણિપુર હિંસા અંગે સાધ્યું નિશાન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મણિપુર હિંસા અંગે સાધ્યું નિશાન
[et_pb_section][et_pb_row][et_pb_column type=”4_4″][et_pb_text]

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કર્યા પ્રહાર

મણિપુર હિંસા અંગે સાધ્યું નિશાન

રાહુલ ગાંધીનું નિવેદન    

મણિપુર જવા માટે પીએમ મોદીને સમય નથી મળ્યો- રાહુલ ગાંધી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી  આઈઝોલમાં મણિપુર હિંસા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી અહીં પહોંચ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ સોમવારે આગામી મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે 39 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુરની ચિંતા નથી. તેમણે કહ્યું કે પીએમ મોદી મણિપુરની સ્થિતિ કરતાં ઈઝરાયેલના વિકાસથી વધુ ચિંતિત છે. નવાઈની વાત એ છે કે વડાપ્રધાન અને કેન્દ્રને ઈઝરાયેલમાં શું થઈ રહ્યું છે તેમાં આટલો રસ છે, પરંતુ મણિપુરમાં શું થઈ રહ્યું છે તેમાં બિલકુલ રસ નથી.

મિજોરમમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર

મિજોરમમાં વિધાનસભા ચૂંટણી છે,,ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રચાર માટે પહોચ્યા હતા, રાહુલ ગાંધીએ કહ્યુ કે થોડા મહિના પહેલા હુ મણિપુર ગયો હતો, મણિપુરના વિચારને ભાજપાએ નષ્ટ કરી દીધો છે, હવે ત્યાં એક નહી પણ બે રાજ્યની અવધારણા છે, લોકોની હત્યાઓ થઇ છે, મહિલાઓ સાથે બળાત્કાર થયા છે, બાળકો સાથે ક્રુરતા થઇ છે, પણ પ્રધાનમંત્રી મોદીને ત્યાં મુલાકાત કરવાનો સમય પણ નથી મળ્યો અને તેમના માટે મણિપુર મહત્વનું પણ નથી,

નોંધનીય છે કે મણિપુરમાં છેલ્લા કેટલાક સમયથી હિંસા ફાટી નીકળી છે.જે શાંત થવાનું નામ લઈ રહી નથી. 

વાંચો અહીં

[/et_pb_text][/et_pb_column][/et_pb_row][/et_pb_section]