અમદાવાદ એરપોર્ટ પર અદાણી જુથે કર્યો ચાર્જમાં 10 ગણો વધારો

1
135
અમદાવાદ એરપોર્ટ પર અદાણી જુથે કર્યો ચાર્જમાં 10 ગણો વધારો
અમદાવાદ એરપોર્ટ પર અદાણી જુથે કર્યો ચાર્જમાં 10 ગણો વધારો

અમદાવાદ એરપોટ પર એરલાઈન્સના ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જમાં 10 ગણો વધારો અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે. તેનો ભારે વિરોધ કરાયો છે. મળતી માહિતી પ્રમાણે એરપોર્ટ ઓથોરીટીની મંજુરી લીધા વિનાજ આ તોતિંગ ભાવ વધારો અદાણી ગ્રુપે કર્યો છે અને ભારે વિવાદ સર્જાયો છે. અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત અમદાવાદ એરપોર્ટમાં ચાર્ટર્ડ ફ્લાઈટ માટે યુઝર ચાર્જીસમાં વધારો ઝીંકવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. દેશની અગ્રણી કંપનીઓ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને સરકારના હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. આઈ.સી.સી.ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ગૌતમ અદાણી જૂથ સંચાલિત અમદાવાદ એરપોર્ટ ની યોજના પર યુઝર ચાર્જીસ વધારવાની છે . અમદાવાદ એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જમાં 10 ગણો વધારો થયો છે જેના લીધે એરલાઈન કંપનીઓમાં નારાજગી જોવા મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે યુઝર ચાર્જીસમાં કરાયેલા ભારે વધારામાં આઈસીસી વર્લ્ડ કપ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર આવનારા ચાર્ટર વિમાન પાસેથી પણ તોતિંગ ફી વસુલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અહી ઉલ્લેખનીય છેકે એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલર ઓથોરીટી એરપોર્ટ પરના વસુલવામાં આવતા દર નક્કી કરતુ હોય છે. અને પ્રત્યેક એરપોર્ટનું ટેરીર પાંચ વર્ષ માટે નિયત કરતુ હોય છે. એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલર ઓથોરીટીએ એક નોટીસમાં કહ્યું છેકે ઓથોરીટીની મંજુરી વિના આ રીતે ચાર્જીસમાં વધારવો યોગ્ય છે અને વારંવાર દરોમાં ફેરફાર કરવાથી એરલાઈન્સની કામગીરીમાં અસર પડે છે. યુઝર ડેવલોપમેન્ટ ફી મુસાફરોને જયારે લેન્ડીંગ પાર્કિંગ ફી એરલાઈન્સ દ્વારા ચુકવાય છે ત્યારે છેલ્લા એક વર્ષમાં અમદાવાદ ઉપરાંત બેન્ગલુરું એરપોર્ટ પર વધારો ઝીંકવામાં આવ્યો છે. વધુમાં એક એરલાઈન્સના અધિકારીએ જણાવ્યું છેકે લખનૌ એરપોર્ટ પર કરાયેલા દરો પણ યોગ્ય નથી . જેનાથી એરલાઈન્સની કામગીરીમાં અસર પડી શકે છે . એરલાઈન્સ ઉદ્યોગ પહેલાથીજ અનેક સમસ્યાઓ જે આર્થીક કારણોસર ભોગવી રહી છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પરનો ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જીસ હવે વધુ અસહ્ય બનશે અને સરવાળે ઉપભોક્તા પર અસર પડશે તેવું દેખાઈ રહ્યું છે. દેશની અગ્રણી કંપની અદાણી ગ્રુપ દ્વારા સંચાલીત એરપોર્ટ પર જયારે પોતાની મનમાની કરીને જે ભાવ વધારો ઝીંકાયો છે તે તમામ એરલાઈન્સ અને પ્રાઇવેટ ચાર્ટડ વિમાનના સંચાલન કરતા વિરોધ કરી રહ્યા છે .


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.