Nithari Case : નિઠારીના ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટે વિગતવાર આદેશમાં આપતા કહ્યું છે કે, નિઠારી કેસમાં પ્રોસિક્યુશન વાજબી શંકાની બહાર દોષ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે અને માનવ અંગોના વેપારની શક્યતા સહિતના મુખ્ય પાસાઓની અવગણના કરવામાં આવી છે. 17 વર્ષ પહેલા સમગ્ર દેશને ચોંકાવનારો આ ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં અજાણ્યા અસંખ્ય બાળકો અને ઓછામાં ઓછી એક મહિલાની હત્યા અને વિકૃતીઓનો સમાવેશ થાય છે.
આરોપી સુરિન્દર કોલી તમામ આરોપોમાંથી મુક્ત, નોકર મોનિન્દર પંઢેરની ફાંસીની સજા રદ્દ :
કોર્ટે મુખ્ય આરોપી સુરિન્દર કોલીને તેના પર ચાલી રહેલા 12 કેસમાંથી તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધો હતો. તેના નોકર મોનિન્દર સિંઘ પંઢેર, જે ઘણા કેસોમાં સહઆરોપી હતો, તેને બે કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. તેની ફાંસીની સજા રદ કરવામાં આવી છે.
કોર્ટે કહ્યું કે તે “નિઠારી હત્યા કેસની તપાસ જે રીતે હાથ ધરવામાં આવી તે ખુબ નિરાશાજનક છે“
કોર્ટે અધિકારીઓ પર “નબળી” તપાસ કરવાનો આરોપ મૂક્યો. ફરિયાદી પક્ષનો કેસ સુરિન્દર કોલીની કબૂલાત અને ધરપકડની રીત, પુરાવાની રિકવરી અને રેકોર્ડિંગ પર આધારિત છે. કબૂલાત “આકસ્મિક” અને “સ્વયંસ્ફુરિત” હતી.
માનવીય અંગોના વેપારના પાસાને નજર અંદાજ કરવામાં આવ્યો
“તપાસ અવ્યવસ્થિત થઈ ગઈ છે અને પુરાવા એકત્ર કરવાના મૂળભૂત ધોરણોનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અમને લાગે છે કે તપાસકર્તાઓએ માનવીય અંગોના વેપારની સંગઠિત પ્રવૃત્તિમાં સંભવિત સંડોવણીના વધુ ગંભીર પાસાઓની તપાસ કરવાની યોગ્ય કાળજી લીધા વિના ઘરના ગરીબ નોકરને બદમાશ તરીકે જાહેર કરવાનો સરળ રસ્તો અપનાવ્યો છે.” કોર્ટે કહ્યું.
“જાહેર વિશ્વાસ સાથે વિશ્વાસઘાત” : કોર્ટ
કોર્ટે ચુકાદો આપતા કહ્યું, “પ્રોસિક્યુશનનું સ્ટેન્ડ સમય સમય પર બદલાતું રહ્યું છે… નિઠારી હત્યા કેસમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા ચોક્કસ ભલામણો કરવા છતાં, જવાબદાર અધિકારીઓ દ્વારા માનવીય અંગોના વેપારની સંડોવણીની તપાસ કરવામાં નિષ્ફળતા મળી. જવાબદાર સંસ્થાઓ દ્વારા જાહેર વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે”
તપાસમાં થઇ ચૂક
“આરોપીની તબીબી તપાસ કર્યા વિના 60 દિવસના પોલીસ રિમાન્ડ પછી જે રીતે કબૂલાત નોંધવામાં આવી હતી. કાનૂની સહાય પૂરી પાડવી, કબૂલાતનામામાં ત્રાસ આપ્યા ચોક્કસ આરોપની અવગણના કરવી, CrPC ની કલમ 164 નું પાલન કરવામાં નિષ્ફળતા – આ કહેવું તો આઘાતજનક છે.” કોર્ટે કહ્યું.