Home State Gujarat વલસાડમાં લાંચિયો અધિકારી ઝડપાયો

વલસાડમાં લાંચિયો અધિકારી ઝડપાયો

0
493
વલસાડમાં લાંચિયો અધિકારી ઝડપાયો
વલસાડમાં લાંચિયો અધિકારી ઝડપાયો

વલસાડમાં લાંચિયો અધિકારી ઝડપાયો છે વલસાડ જિલ્લાના વાપી તાલુકાની નામધા ગ્રામ પંચાયતના એક સભ્યને રૂપિયા 2500ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો છે. નામધા ગામમાં આવેલા એક એપાર્ટમેન્ટમાંથી કચરો એકત્ર કરવા પેટે સભ્ય દ્વારા દર મહિને 2500 રૂપિયાની લાંચની માગણી કરવામાં આવી હતી. આ અંગે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ ટ્રેપ ગોઠવી લાંચિયા સભ્યને ઝડપી પાડ્યો હતો.

સફળ ટ્રેપ

ફરીયાદી – એક જાગૃત નાગરીક

આક્ષેપિત – સુરેશભાઈ સોમાભાઈ પટેલ, ઉ.વ.૪૦, નામધા ગ્રામપંચાયતના સભ્ય, તા.વાપી, જી.વલસાડ, રહે.નામધા ગામ, દેસાઈવાડ, તા.વાપી, જી.વલસાડ.

ગુનાનુ સ્થળ :- નામધા ગામ, મોટા ઢોડિયાવાડ ખાતે આવેલ ક્રિષ્ના રેસીડેન્સીમાં આવેલ દુકાન નં.૧ બહાર, તા.વાપી, જી.વલસાડ,

લાંચની માંગણીની રકમ :- ૨૫૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ :- ૨૫૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :- ૨૫૦૦/-

ગુનાની ટુંક વિગત :-

આ કામનાં ફરિયાદી નામધા ગામમાં આવેલ સંસ્કાર રેસીડેન્સીમાં રહેતા હોય, નામધા ગ્રામપંચાયત ખાતે વાર્ષિક સફાઈ વેરો ભરતા હોય, તેમ છતાં પણ નામધા ગ્રામપંચાયતના સભ્ય સુરેશભાઈ સોમાભાઈ પટેલ નાઓ બિલ્ડીંગ દીઠ કચરો લઈ જવાના અવેજ પેટે અલગથી માસિક રૂપિયા-૨,૫૦૦/- ની લાંચની માંગણી કરેલ અને આ કામના ફરિયાદી નાઓ આક્ષેપિત સુરેશભાઈ સોમાભાઈ પટેલ નાઓને તેમની માંગણી મુજબના રૂપિયા-૨,૫૦૦/- આપવા માંગતા ન હોય, ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપેલ. જે ફરિયાદીની ફરિયાદ આધારે આજરોજ લાંચનાં છટકાનુ આયોજન કરતા આ કામના આક્ષેપિત સુરેશભાઈ સોમાભાઈ પટેલ નાઓ ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા-૨,૫૦૦/- સ્વીકારી પકડાય જઈ ગુનો કર્યા વિગેરે બાબત. 

ટ્રેપીંગ અધિકારી :-  બી.ડી.રાઠવા, પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી એ.સી.બી. પો.સ્ટે., નવસારી

સુપર વિઝન અધિકારી :-  આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.

વલસાડમાં લાંચિયો અધિકારી ઝડપાયો છે.ત્યારે એલીબીએ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે