રાહુલ ગાંધીએ લગાવ્યો કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ

0
194
રાહુલ ગાંધીએ લગાવ્યો કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ
રાહુલ ગાંધીએ લગાવ્યો કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસની મિઝોરમની મુલાકાતે છે. તેઓ મિઝોરમ પહોંચ્યા બાદ રાજધાની અઈઝોલ ખાતે એક કાર્યક્રમને સંબોધન કર્યું અને મણીપુર હિસાનો ઉલ્લેખ કર્યો આ દરમિયાન કેન્દ્ર સરકાર પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિધાનસભા ચૂંટણી પહેલા મિઝોરમ પ્રવાસે છે. અહી યોજાયેલા એક કાર્યક્રમમાં મણીપુર હિંસાનો મુદ્દો ઉઠાવ્યો. અને ભારતીય જનતા પાર્ટી પર નિશાન તાકતા કહ્યું કે ભાજપે મણીપુરના વિચારોને નષ્ઠ કર્યા છે. અહીના લોકોની હત્યા થઇ રહી છે. અને મહિલાઓ પર બળાત્કાર થઇ રહ્યા છે અને નાણા બાળકોને મારવામાં આવી રહ્યા છે પણ કેન્દ્ર સરકાર કોઈ પણ પગલા ભરવામાં નિષ્ફળ રહી છે.

જયારે હું 16 વર્ષનો હતો ત્યારે મારા પિતા રાજીવ ગાંધી સાથે અહી આવ્યો હતો

રાહુલ ગાંધીએ કહ્યું કે મારા માટે અ આશ્ચર્યજનક છે કે દેશના વડાપ્રધાને અને ભારત સરકારને ઈઝરાઈલ અને હમાસ સંઘર્ષમાં શું થઇ રહ્યું છે તેમાં રસ છે પણ દેશના એક રાજ્યમાં એટલેકે મણિપુરમાં કોઈ રસ નથી. તેની ચિંતા પણ નથી. મણીપુર હવે બે ભાગમાં વહેચાઈ ગયું છે. તેવું વિભાજન કરવામાં આવ્યું છે. મણીપુરની જેમ દેશમાં અલગ અલગ વિભાજનો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યાનો આક્ષેપ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો. આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે મિઝોરમના યુવાનોનું જીવન ભાજપની સરકતે બરબાદ કર્યું છે. તેમને સ્થાનિકોને પુચ્યુકે ભાજપની સરકારે મિઝોરમમાં પાંચ વર્ષમાં શું કર્યું. આ વિસ્તારમાં નશીલા પદાર્થોનું વેચાણ અને સેવન વધી રહ્યું છે , બેરોજગારી અહીની મોટી સમસ્યા છે તે અંગે ભાજપની સરકારે શું કર્યું તે મિઝોરમના અને દેશના યુવાનો જાણવા માંગે છે. ભાજપની સરકાર ધર્મ, સંસ્કૃતિ અને પરંપરા પર હુમલાઓ કરી રહી છે અને અહીની સ્થાનિક પાર્ટી MNF કેન્દ્ર સરકારને સમર્થન આપી રહી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મિઝોરમ સાથેનો લગાવ મને બાળપણથી છે જયારે હું 16 વર્ષનો હતો ત્યારે મારા પિતા રાજીવ ગાંધી સાથે અહી આવ્યો હતો. અહીના લોકો પ્રેમાળ, દયાળુ અને નિષ્ઠાવાન છે એકબીજાનું સન્માન કરે છે.

કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત જોડો યાત્રાને નિષ્ફળ કરવાના પેંતરા કેન્દ્રની સરકારે અને ભાજપ દ્વારા ખુબ કરવામાં આવ્યા પણ આ યાત્રા દરમિયાન અનેક લોકોને હું મળ્યો અને દેશના જમીની સ્તરના સવાલો, સમસ્યાઓને ખુબ નજીકથી જોઈ, મને ઘણું શીખવા મળ્યું, અને જાણવા મળ્યું. કેન્દ્ર સરકારના GST અને નોટબંધીના નિર્ણયો ખુબ ખરાબ રહ્યા તેમ પણ તેમને જણાવ્યું.