શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર હાઈવોલ્ટેજ ભારત-પાકિસ્તાન મેચને લઈને ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરક્ષાને લઈને DGP વિકાસ સહાયએ પત્રકાર પરિષદ યોજી હતી. આવતીકાલે ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપના જંગમાં મેદાને ઉતરશે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે આખું શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.રાજ્યના પોલીસવડા વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, આવતીકાલે અમદાવાદમાં ક્રિકેટ મેચ રમાવાની છે, તેની સુરક્ષા અંતર્ગત કરવામાં આવી છે. પાંચ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. મેચ ટાણે સ્ટેડિયમની સુરક્ષા માટે 6 હજાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ તૈનાત રહેશે. સુરક્ષાની દ્રષ્ટિએ બંને ટીમોના ખેલાડીઓની સુનિશ્ચિત કરવામાં આવી છે પણ તે જાહેર કરવી યોગ્ય નથી. તમામ વ્યવસ્થા પૂર્ણ કરી લેવામાં આવી છે. ભારત પાકિસ્તાન મેચને કારણે તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને પણ રાજ્યમાં શાંતિ રહે તેવી સુચના આપી છે. મેચ રાત્રે 11 વાગ્યે પુરી થશે એટલે રાત્રે 8 વાગ્યે પોલીસ એલર્ટ રહેશે.
વિકાસ સહાયએ વધુમાં જણાવ્યું હતું કે, વિજય સરઘસ પર કોઈ સુચના નથી પણ સ્થાનિક કક્ષાએ પોલીસ પોતે નિર્ણય લેશે. સ્ટેડિયમ ફરતે ટ્રાફીક ટીમ અસામાજીક તત્વો પર વોચ રાખશે અને છેલ્લે અનિચ્છનીય બનાવ ન બને તો બાબતે સુરક્ષા રખાઈ છે. સ્ટેડિયમ અને સ્ટેડિયમ બહાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 6 હજાર પોલીસ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. જેમાં NSG, NDRF, RAF વ્યવસ્થામાં જોડાયા છે. ટ્રાફીક વ્યવસ્થા કરાઈ છે.
તેમણે ક્રિકેટ રસિકોને વિનંતી કરી છે કે પ્રેક્ષકો મેટ્રોનો વધારે ઉપયોગ કરે. ખાનગી વાહનો માટે વ્યવસ્થા રાખવામાં આવી છે. અસામાજિક તત્વો માટે બોગસ ટીકીટ સહીતની બાબતોને ધ્યાને લઈ સતર્ક કરાયા છે. ક્રાઈમ બ્રાંચ એટીએસ સતર્ક છે. બાતમીના આધારે કામગીરી થઈ રહી છે. અનિચ્છનીય બનાવ ન બને તો માટે સંવેદનશીલ વિસ્તારોમાં વોચ રાખવા જણાવાયું છે. મેચ રાત્રે ૧૦ કે ૧૦.૩૦ સુધી પુરી થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલે રાત્રે 8 વાગ્યા પછી રાજ્યમાં તમામ પોલીસ અને એસઆરપીને સતર્ક રખાશે. સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ વિજય સરઘસ બાબતે સ્થાનિક પોલીસ નિર્ણય લઈ શકે છે. મેચનું પરિણામ જે આવે તે ગુજરાત પોલીસ સતર્ક છે અને તૈયાર છે. આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાની ધમકી પર પોલીસ વડાએ જણાવ્યું હતું કે, મેચમાં ખલેલ પહોંચાડવાનો કોઈ પણ પ્રયાસ ચલાવી દેવામાં આવશે નહીં.
અમદાવાદમાં શનિવાર નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ભારત અને પાકિસ્તાની મેચ દરમિયાન મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે હવે બીજી તરફ આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને મેચના દિવસ દરમિયાન શહેરમાં નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે.
હવે મેચના દિવસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સ્ટેડિયમ ખાતે બાજ નજર પણ રાખશે. સ્ટેડિયમ ખાતે VVIP ગેટ નજીક ટીથર ડ્રોન ઉડાડવામાં આવશે. જે ડ્રોન 120 મીટરની ઊંચાઈ ઉડીને 4 કિલોમીટર સુધીના વિસ્તારમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે નજર રાખશે. અને સાથે સાથે આ ડ્રોન દ્વારા આસપાસની સોસાયટીઓના ધાબા ઉપર રહેલા લોકો ઉપર પણ નજર રાખશે અને સાથે સીધો કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવશે.
અગાઉ પણ આ ટીથર ડ્રોનનો સફળ પ્રયોગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રા દરમિયાન કર્યો હતો. જેનું નિરીક્ષણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કર્યું હતું. જેમાં રથયાત્રાના સમગ્ર રૂટ પર બાજ નજર રાખવામાં આવી હતી.