અમદાવાદમાં જામ્યો ક્રિકેટ ઉત્સવનો માહોલ , જાણો મહત્વના સમાચાર

0
366
અમદાવાદમાં જામ્યો ક્રિકેટ ઉત્સવનો માહોલ
અમદાવાદમાં જામ્યો ક્રિકેટ ઉત્સવનો માહોલ

અમદાવાદમાં ક્રિકેટ ઉત્સવ બરાબરનો જામ્યો છે દેશ વિદેશથી ક્રિકેટ ચાહકો અમદાવાદમાં પહોંચી રહ્યા છે અમદાવાદમાં દરેક ગલીઓ જાણે ક્રિકેટ મય બની હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે કારણકે ભારત પાકિસ્તાન વચ્ચે રમતી દરેક મેચ હમેશા હાઈ વોલ્ટેજ ડ્રામા હોય છે અને બંને દેશોના ચાહકો પોતાના દેશની ટીમ જ જીતશે તેવી ઈચ્છા પણ ધરાવતા હોય છે ત્યારે અમદાવાદમાં પાકિસ્તાનની ટીમ 11 બારશના લાંબા સમય બાદ આવી છે અને વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં મેચ નો નજરો કૈક અલગજ હશે . મેચને લઈને સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે ત્યારે અમદાવાદમાં દિલ્હી કોલકાતા , સહિતના રાજ્યોના મેચના ચાહકો આવી પહોંચ્યા છે . ત્યારે એક મહત્વની જાહેરાત BCCIએ સોશ્યલ મીડિયા પર આપી છે તેમાં ભારત-પાકની મેચમાં સેલિબ્રિટીઓ પણ હાજર રહેશે અને દેશના 3 મોટા કલાકારો પરફોર્મ કરશે અને ચાહકોમાં ઉત્સાહ વધારશે . સિંગર અરિજીતસિંહ શો, શંકર મહાદેવન, સુખવિંદરસિંહ પણ પરફોર્મ કરશે અને અભિનેતા ફિલ્મ સ્ટાર રજનીકાંત અને અમિતાભ બચ્ચન પણ મેચ જોવા અમદાવાદમાં આવશે.

ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ માટે અમદાવાદમાં પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો 

રેલવેના એડિશનલ ડીજીપી દ્વારા તમામ રેલવે સ્ટેશ પર વેશિષ ચેકિંગ કરવાના આદેશ અપાયા છે અને ગુજરાત પોલીસ સજ્જ છે તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદમાં જયારે ભારત પાકસ્તાનના ની મેચ રમાવાની છે ત્યારે રાજ્યના DGP વિકાસ સહાયે જાણકારી આપીકે 5 અલગ અલગ પ્રકાર ની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં

1. સ્ટેડિયમ અને પ્રેક્ષકો ની સુરક્ષાની વ્યવસ્થા

2..પાર્કિંગ અને ટ્રાફિક ની વ્યવસ્થા

3.. બન્ને ટીમો અને સ્ટાફની વ્યવસ્થા

4. મેચ દરમ્યાન અસામાજિક તત્વો કોઈ ફાયદો ના ઉઠાવે તે માટે વ્યવસ્થા

5..  ઇન્ડીયા પાકી ની મેચ દરમ્યાન રાજ્ય માં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ની વ્યવસ્થા

મેચને લઈ ને 6 હજાર થી વધુ પોલીસ અધિકારી, કર્મચારીઓ બંદોબસ્ત માં જોડાયા છે અને અમદાવાદ પોલીસ છાવણીમાં પરિવર્તિત થઇ ચુક્યું છે

રાજ્યના DGPએ જણાવ્યું કે Nsg,  ndrf , sog ની ટીમો પણ જોડાઈ છે અને પાર્કિંગ અને ટ્રાફિક ની વ્યવસ્થા અંગે સૂચના આપવામાં આવી છે . અને નાગરિકો મેટ્રોનો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવી છે. . બન્ને ટીમ અને સ્ટા ની વ્યવસ્થા અમદાવાદ પોલીસ તરફથી કરવામાં આવી છે. અને જે પણ ઇનપુટ મળ્યા છે તે મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે. વિડિયો કોન્ફરન્સ કરી રાજ્ય ના સંવેદન શીલ વિસ્તારો માં સૂચનાઓ આપવામાં આવી છે અને સરકારના અન્ય વિભાગોનો પણ સાથ સહકાર મળ્યો છે.

મેચ રાતે 10.30 આસપાસ પૂરી થાય ત્યારે રાજ્ય માં 8 વાગ્યા પછી તમામ ટીમોને એલર્ટ રાખવામાં આવી છે

મેચ બાદ વિજય સરઘસ માટે સ્થાનિક સહેર પોલીસને પરિસ્થિતિ મુજબ મંજૂરી આપવા જણાવ્યું છે. અને અગાઉના મેચ ના અનુભવ ને લઈ સ્થાનિક પોલીસ એલર્ટ છે. ટ્રાફિકમાં કોઈ અડચણ ના થાય અને અસામાજિક તત્ત્વો કોઈ ફાયદો ના ઉઠાવે તે મુજબ પગલાં લેવાની સૂચના આપી છે નકલી ટિકિટ ના 2 કેસ અમદાવાદ માં નોંધાયા છે. અને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બોટાદના ધારાસભ્ય એ જે કીધું છે તે મે સાંભળ્યું છે  જો કોઈ એવું કૃત્ય કરશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી સામે આવી છે ભારત-પાક. મેચની નકલી ટિકિટો સાથે 2 પકડાયા છે એક સગીર સહિત બે લોકો ઝડપાયા અને તેમની પાસેથી પોલીસે જે માહિતી મેળવી તે અનુસાર રૂપિયા 1000ની ટિકિટ મેળવી 18 હજારમાં વેચવાના હતા. અને અમદાવાદમાં શાહીબાગના શખ્સ પાસેથી નકલી ટીકીટ ખરીદી હતી. આ વ્યક્તિઓ પાસેથી ભારત-પાક. મેચની 23 નકલી ટિકિટો પણ જપ્ત કરવામાં આવી છે