Kalki 2898 AD : અમિતાભ બચ્ચને તેમના 81મા જન્મદિવસના અવસર પર તેમની આગામી ફિલ્મ ‘કલ્કી 2890 એડી’ (Kalki 2898 AD)નું ફર્સ્ટ લૂકનું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન એકદમ અલગ અને અનોખા અંદાજમાં જોવા મળશે. અમિતાભ બચ્ચનના નવા લુકથી ચાહકોની ઉત્તેજના વધી ગઈ છે. Kalki 2898 AD ફિલ્મમાં અમિતાભ બચ્ચન, પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસન જેવા ફિલ્મી હસ્તીઓ જોવા મળશે.
81મા જન્મદિવસના અવસર પર બીગ બીને ભેટ :
બિગ બીએ ફિલ્મ માટે તેમના પાત્રનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવા બદલ નિર્માતાઓનો આભાર માન્યો છે અને કહ્યું છે કે ફિલ્મમાં તેમનો રોલ ઘણો પડકારજનક લાગે છે. કલ્કીના ફર્સ્ટ લૂકમાં અમિતાભ કપાળ પર પટ્ટી બાંધેલા યોદ્ધા જેવા દેખાય છે. જ્યારે લોકો અમિતાભના દેખાવથી ખરેખર આશ્ચર્યચકિત છે, ત્યારે અમિતાભ પોતે કહે છે કે આવો રોલ કરવો તેમના માટે ખરેખર પડકારજનક છે.
બિગ બીએ નવા લુકને લઈને કહી આ વાત :
તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કરતી વખતે અમિતાભ બચ્ચને લખ્યું, “વૈજયંતી મૂવીઝનો મારો આભાર અને મને આ ચેલેન્જ સુધી પહોચાડવા આપવા માટે પણ આભાર.”
वैजयंती मूवीज़ को इस बधाई और मेरे प्रति दी गई चुनौती के लिए आभार,
साथ ही 11वीं के लिए उनकी शुभकामनाओं के लिए भी आभार.. चरण स्पर्श
જો ફિલ્મમાં અમિતાભ બચ્ચનના ફર્સ્ટ લુકની વાત કરીએ તો તે ખૂબ જ રસપ્રદ છે અને ઉત્તેજના વધારશે. ફિલ્મના પોસ્ટરમાં અમિતાભ બચ્ચનને એક મોટી શાલ લપેટીને જોઈ શકાય છે. આ પોસ્ટમાં અમિતાભ બચ્ચનની દાઢી અને જટાઓ એટલી લાંબી છે કે માત્ર તેમની આંખો જ દેખાય છે. તે હાથમાં મોટી લાકડી પણ જોઈ શકાય છે.
દીપિકા અને પ્રભાસ પહેલીવાર એક સાથે :
કલ્કી 2898 – એડી (Kalki 2898 AD) નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે, જે વર્ષ 2018 માં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘મહાનટી’ના દિગ્દર્શન માટે પણ જાણીતા છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને પ્રભાસ પહેલીવાર સાથે જોવા મળશે, જ્યારે દીપિકા અને અમિતાભ બચ્ચન આ પહેલા 2015માં આવેલી ફિલ્મ પીકુમાં કામ કરી ચૂક્યા છે. બોલીવૂડ અને મનોરંજનને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –