ઈઝરાઈલ પહોચ્યું અમેરિકી હથિયારોથી ભરેલું જહાજ , યુદ્ધ પરાકાષ્ટાએ પહોંચ્યું

0
232
ઈઝરાઈલ પહોચ્યું અમેરિકી હથિયારોથી ભરેલું જહાજ , યુદ્ધ પરાકાષ્ટાએ પહોંચ્યું
ઈઝરાઈલ પહોચ્યું અમેરિકી હથિયારોથી ભરેલું જહાજ , યુદ્ધ પરાકાષ્ટાએ પહોંચ્યું

અમેરિકા હવે ઇઝરાયેલ હમાસ સંકટ પર ઈઝરાયેલની મદદે પહોચ્યું છે અને હથિયારોથી ભરેલું જહાજ પહોંચી ગાતું છે તે વિગતો ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સ દ્વારા સત્તાવાર આપવામાં આવી છે. જગત જમાદાર હવે ખુલીને ઈઝરાયેલની પડખે છે તે વિશ્વના દેશોને જાહેર થઇ ચુક્યું છે કારણકે અમેરિકી હથિયારો ભરેલું જહાજ ત્યાં પહોંચીને ઈઆળી સેનાની મદદ કરી રહ્યું છે . મળતી માહિતી પ્રમાણે અમેરિકાથી દારૂગોળો , ઘાતક હથિયારો સહિત હવે ઈઝરાયેલની સેનાને મળશે અને હમાસ ઇઝરાયેલ વચ્ચે જે ખરાખરીનો જંગ જામ્યો છે તેમાં ઓક્સીજન પૂરો પાડશે તે નક્કી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા ઈઝરાયેલમાં સંપૂર્ણ વિશ્વ હોવાનો પુનરોચ્ચાર થયો છે. ગાઝામાં હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં અંદાજે 14 જેટલા નાગરિકોના કરુણ મૃત્યુ નીપજ્ય છે .અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને વ્હાઈટ હાઉસમાં સત્તાવાર રીતે આની જાહેરાત કરીકે અમેરિકી જહાજ દક્ષીણ ઈઝરાયેલના નેવાટીમ એરબેઝ પર IDF દ્વારા માહિતી શેર કરવામાં આવી છે પરંતુ અમેરિકાએ કેવા પ્રકારના હથિયારો ઇઝ્રીલને આપ્યા છે તે જાહેર કરવામાં નથી આવ્યું.

X 1

હમાસ સંગઠન દ્વારા જ્યારથી ઈઝરાયેલના વિસ્તારોમાં નાગરિકો પર અચાનક હુમલાના કિસ્સાઓ આવ્યા અને તંગદીલી છવાઈ ત્યારથી બંને વચ્ચે ધમાસાણ ચાલી રહ્યું છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાઈલ દ્વારા હવાઈ હુમલાઓમાં લાખો લોકોએ પોતાના રહેણાંક મકાનો ખાલી કરીને સ્થળાંતર કર્યું છે. અમેરિકી હથિયાર ભારેલી વિમાન જયારે ઇઝરાયેલ પહોંચ્યું ત્યારે પીએમ નેતન્યાહુએ x પર અમેરિકાની મદદ બદલ અભાર વ્યક્ત કર્યો છે. તેમને વધુમાં તેમની પોસ્ટ માં લખ્યું છેકે અમારી છેલી વાતચીત પછી હમાસની ક્રુરતા વધુ વકરી છે અને યુધ્ધના પાંચ દિવસ વીતી ચુક્યા છે. પરંતુ હમાસ દ્વારા કરવામાં આવેલી બર્બરતા અગાઉના ઇતિહાસમાં ક્યારેય જોઈ નથી અને ઈઝરાયેલી જનતા એક સાથે સંકલ્પ લીધોકે હવે આતંકી પ્રવુત્તિઓ પર કાબુ મેળવવો પડશે અને જડમુળથી ઉખેડીને નેસ્તનાબુદ કરવો પડશે. આપને જણાવી દઈએ કે એક હજારથી વધુ નાગરિકો ઈઝરાયેલના નાગરિકો મર્યા ગયા છે. ત્રણ હજારથી વધુ નાગરિકો ઘાયલ છે અને 50 થી વધુ વરિષ્ઠ નાગરિકો બંધક હમસે બનાવ્યા છે. તેની સત્તાવાર માહિતી પણ જાહેર કરવામાં આવી છે. ગાઝાથી ઇઝરાયેલ પર અંદાજે 5000 જેટલા રોકેટ છોડવામાં આવ્યા છે.

બીજી તરફ હમાસના હુમલાના જવાબમાં ઈઝરાયેલે પણ વળતી કાર્યવાહી કરીને લગભગ 800થી વધુ પેલેસ્ટીયન નાગરિકો મૃત્યુના મુખમાં ધકેલાયા છે. હુમલાના એક દિવસ પહેલા ઈઝરાયેલી વડાપ્રધાને કડક ચેતવણી આપતા કહ્યું હતુકે આ યુદ્ધ ઈઝરાયેલે શરુ નથી કર્યું અમે યુદ્ધ નથી ઈચ્છતા પરંતુ જેરીતે હમસે ઇઝરાયેલ પર ક્રુરતા કરી તે જોતા હવે આ યુદ્ધ ઇઝરાયેલ દ્વારા પૂરું કરવામાં આવશે.

આપને જણાવી દઈએકે ઈઝરાયેલના નાગરિકો દુનિયાના દરેક દેશોમાં ફેલાયેલા છે પણ પોતાના દેશ પર આવેલા સંકટને જોતા પોતાની નોકરી, કરોડોના કારોબાર છોડીને ઇઝરાયેલ જવા રવાના થયા છે અને ઈઝરાયેલના એરપોર્ટ પરના વિડીઓ હાલ વાઈરલ પણ થઇ રહ્યા છે.

હવે જોવાનું એ રહેશે કે ઇઝરાયેલ હમાસ વચ્ચેનું યુદ્ધ કઈ દિશા તરફ જય છે અને દુનિયાના આર્થીક તંત્ર પર કેટલું નુકશાન કરશે