અમદાવાદ શહેર અને રાજ્યના મહત્વના સમાચાર

0
209
અમદાવાદ શહેર ઉપરાંત રાજ્યના મહત્વના સમાચાર
અમદાવાદ શહેર ઉપરાંત રાજ્યના મહત્વના સમાચાર

અમદાવાદ સહિત ગુજરાતના સમાચાર અને દિવસભરની મહત્વની ઘટનાઓ જોઈએ તો અમદાવાદ શહેરમાં સમાચાર મુજબ ચોમાસા બાદ રોગચાળો વકર્યો અને અમદાવાદ  શહેરમાં પાણીજન્ય રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમા એક સપ્તાહમાં મચ્છજન્ય આંક 100ને પારો પહોંચ્યો છે. મળતી માહિતી પ્રમાણે શહેરમાં ડેન્ગ્યુના 110 જેટલા કેસ નોંધાયા છે સમાચાર મુજબ જયારે સાદા મેલેરિયાના 12, ઝેરી મેલેરિયાના 1 અને ચિકનગુનિયાના 5 કેસ નોંધાયા છે .AMC ના આરોગ્ય વિભાગ દ્વારા 14,888 લોહીના સેમ્પલ લેવામાં આવ્યા. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો યથાવત જોવા મળી રહ્યો છે. એક સમાચાર પ્છેરમાણે લ્લા એક સપ્તાહમાં 200થી વધુ પાણીજન્ય કેસ સામે આવ્યા છે. શહેરના રામોલ, હાથીજણ, વટવા વોર્ડમાંથી કોલેરાના કુલ 5 કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના 90, કમળાના 23 કેસ, ટાઈફોઇડના 104 અને કોલેરામાં 5 કેસ સામે આવ્યા છે ત્યારે ઓક્ટોબર માસમાં કુલ 739 જેટલા પાણીના સેમ્પલ માંથી 10 સેમ્પલ અનફિટ આવ્યા છે.

મોદી સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપનાર ઝડપાયો

ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનારા મૂળ મધ્યપ્રદેશના અને રાજકોટમાં રહેતા કરણ માળીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કરણ માળી વીડિયો બ્લોગર છે અને માત્ર મજા લેવા માટે સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ બાદ તેની પાસેથી લેપટોપ સહિતનાં વિવિધ સાધનો જપ્ત કર્યા છે.

અમદાવાદમાં 20થી વધુ સ્થળે આઈટીના દરોડા

અમદાવાદમાં આજે ઘણા સ્થળે દરોડા પાડ્યા હોવાના અહેવાલો મળી રહી છે. શહેરના ઘણા ભાગોમાં આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે. આઈટીના દરોડા પાડા શહેરમાંભરમાં હડકંપ મચી ગયો છે. દરોડામાં કુલ 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. આઈટી વિભાગે 2 કેમિકલ વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે, દરોડા બાદ બેનામી વ્યવહારો સામે આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હાલ આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

11 વર્ષે પાક.ની ટીમનું ગુજરાતમાં આગમન

ક્રિકેટ વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરના રોજ શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. આજે પાકિસ્તાનની ટીમ અમદાવાદ ખાતે આવી પહોંચી છે. પાકિસ્તાનની ટીમ બપોરે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. ત્યાંથી સીધી આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રેજન્સી ખાતે રવાના થયા હતા. ત્યારબાદ પાકિસ્તાનની ટીમ હયાત હોટલ પહોંચી હતી.

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લીધી

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચની નકલી ટિકિટો ઝડપાઈ હતી. અમદાવાદમાંથી 150 નકલી ટિકિટો ઝડપાઈ છે .અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 5 શખ્સોની ધરપકડ કરી.નકલી ટિકિટ બનાવવાની સાધન સામગ્રી પકડાઈ છે

ગાંધીનગર શહેરમાં ઘણા સમયથી ગેરકાયદેસર રીતે દબાણ કરીને ઢોરવાડા ઊભા કરનારા ઇસમો સામે મહાનગરપાલિકાની ટીમ દ્વારા સતત ચોથા દિવસે કડક કાર્યવાહી

કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા સીએનસીડી શાખા દ્વારા ડ્રાઇવ ચલાવી સરકારી જમીન પર થયેલા ઢોરવાડાના દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૦૭ ઢોરવાડા અને અંદાજે ૮૫ જેટલા પશુઓને હટાવવામાં આવ્યા તેમજ અંદાજિત ૧૫, ૦૦૦ ચો.મીટર જેટલી સરકારી જગ્યા ખાલી કરાવેલ છે. જેમાં સેક્ટર ૨૬ (કિશાનનગર વિસ્તાર) માંથી ૦૭ ઢોરવાડાઓ અને અંદાજે ૮૫ જેટલા પશુઓ હટાવવામાં આવ્યા હતા. આ ઢોરવાડાઓ દુર કરવામાં આવતા શહેરીજનોને ગંદકી અને ઢોરના ત્રાસથી મુક્ત કરવામાં અસરકારતા જોવા મળી છે અને કેટલાક પશુ માલિકો ઢોર-ઢાંખર સાથે અન્ય વિસ્તારમાં સ્થળાંતરીત થયા છે.
આ સમગ્ર ઝુંબેશ દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકાની સીએનસીડી શાખા તથા એસ્ટેટ શાખાની બે-બે ટીમ, એસઆરપીએફના હથિયારધારી જવાનો, લેડીઝ અને જેન્ટ્સ કોન્સ્ટેબલ સહિત એક પીસીઆર વાન, વિડિયો રેકોર્ડિંગ માટે કેમેરા પર્સન, જેસીબી તથા જરૂરી અન્ય મશીનરી સાથે કામગીરી કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે.

ચોટીલા સ્થિત ચામુંડા માતાજીના મંદિરમાં નવરાત્રીને લઈને આરતીના સમયમાં ફેરફાર કરવામા આવ્યો

પ્રથમ અને આઠમા નોરતે માતાજીની આરતી સવારે 4 વાગ્યે કરવામાં આવશે અને બાકીના દિવસોમાં આરતીનો સમય સવારે 5 વાગ્યાનો રાખવામાં આવ્યો છે .

સુરેન્દ્રનગરના વડોદ ડેમ ચાલુ વર્ષે વરસાદ પંથકમાં ઓછો હોવાને કારણે ભરાયો નથી

વડોદ ડેમ ખાલી રહેતા વસ્તડી સહિતના ગામોમાં પીવાનું પાણી અને પિયતના પાણીની સમસ્યા સર્જાઇ છે . તંત્રની બેદરકારીને કારણે વડોદ ડેમ કેનાલથી ભરવામાં આવતો નથી. જેને લઈને ખેડૂતો તથા આજુબાજુના ગ્રામજનોમાં રોષ ફેલાયો છે