રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા મોહમ્મદ ફૈઝલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

0
236
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા મોહમ્મદ ફૈઝલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા મોહમ્મદ ફૈઝલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા મોહમ્મદ ફૈઝલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

કેરળ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

હત્યાના પ્રયાસના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCPના નેતા મોહમ્મદ ફૈઝલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે હત્યાના પ્રયાસના કેસમાં કેરળ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. કોર્ટે આપેલી સજાને કારણે ફૈઝલના સાંસદ પદ પર તલવાર લટકી રહી હતી.ત્યારે  હવે  સુપ્રીમ કોર્ટે લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે મોહમ્મદ ફૈઝલની સંસદનું સભ્યપદ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે દોષિત ઠેરવવાના કેરળ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવામાં આવી છે અને જવાબ માંગતી નોટિસ જારી કરવામાં આવી છે. લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલે કેરળ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો હતો.

NCP નેતા મોહમ્મદ ફૈઝલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કેરળ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો .આ કેસમાં દોષિત ઠેરવવાને કારણે તેમને આ વર્ષે બીજી વખત લોકસભાના સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.3 ઓક્ટોબરે હાઈકોર્ટના આદેશ બાદ ફૈઝલને બુધવારે લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ફૈઝલ ​​સંસદમાં લક્ષદ્વીપનું પ્રતિનિધિત્વ કરે  છે.  .

મોહમ્મદ ફૈઝલને 22 ઓગસ્ટે મોટો આંચકો લાગ્યો હતો

આ પહેલા 22 ઓગસ્ટના રોજ લક્ષદ્વીપ (UT)ના NCPના સાંસદ મોહમ્મદ ફૈઝલને મોટો ઝટકો લાગ્યો હતો. પરંતુ તેમને  સુપ્રિમ કોર્ટે હત્યાના પ્રયાસના કેસમાં સજાને પુનઃસ્થાપિત કરી હતી. કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો.સજાને સ્થગિત કરવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો.સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેરળ હાઈકોર્ટે કાયદાના તમામ પાસાઓને ધ્યાનમાં લીધા નથી.સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને ૨૦૧૪માં સજાને સ્થગિત કરવાના મામલે પુનર્વિચાર કરવા કહ્યું હતું.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ