ભાજપ એ મધ્ય પ્રદેશમાં  શિવરાજસિંહ ચૌહાણને તો રાજસ્થાનમાં 7 સાંસદોને આપી ટિકિટ

0
238
મોદી શિવરાજ સિંહ ચૌહાણ
મોદી શિવરાજ સિંહ ચૌહાણ

ચૂંટણી પંચ દ્વારા સોમવારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતા જ ભાજપ એ પોતાના પત્તા ખોલવાના શરૂ કરી દીધા છે. આ કડીમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ એ પોતાના દિગ્ગજ ઉમેદવારોની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે.ચૂંટણી પંચ દ્વારા સોમવારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતા જ ભાજપ એ પોતાના પત્તા ખોલવાના શરૂ કરી દીધા છે. આ કડીમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ એ પોતાના દિગ્ગજ ઉમેદવારોની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. મધ્ય પ્રદેશમાં એકબાજુ જ્યાં ભાજપે ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી શિવરાજસિંહ ચૌહાણ અને નરોત્તમ મિશ્રાને ટિકિટ આપી છે ત્યાં રાજસ્થાનમાં પોતાની પહેલી સૂચિ બહાર પાડીને ચર્ચિત દિયા કુમારીને પણ મેદાનમાં ઉતાર્યા છે. 

મધ્ય પ્રદેશની ચોથી યાદી
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાની ચોથી યાદી બહાર પાડી છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને બુધની વિધાનસભા સીટથી જ ટિકિટ અપાઈ છે. 57 નામવાળી આ યાદીમાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને દતિયા અને પીડબલ્યુડી મંત્રી ગોપાલ ભાર્ગવને રહલી સીટથી ઉમેદવાર બનાવ્યા છે. આ ઉપરાંત અન્ય અનેક નામોને પણ મેદાનમાં ઉતાર્યા છે. આ સૂચિ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણકે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને વિધાનસભા ચૂંટણીમાં ઉાતરવા અંગે ખુબ અટકળો હતી. પરંતુ હવે ભાજપ આ તમામ અટકળો દૂર કરી છે. 

રાજસ્થાનમાં ભાજપની પહેલી યાદી
બીજી બાજુ રાજસ્થાનની વાત કરીએ તો ભાજપે રાજસ્થાનની પહેલી યાદી બહાર પાડી છે. આ યાદીમાં 41 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પહેલી યાદીમાં પાર્ટીએ રાજ્યવર્ધનસિંહ રાઠોડ અને દિયાકુમારી સહિત સાત સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે જે સાત સાંસદોને ટિકિટ આપી છે જેમાં રાજ્યવર્ધન રાઠોડ, દીયા કુમારી, નરેન્દ્રકુમાર, ભગીરથ ચૌધરી, કિરોડીલાલ મીણા, બાબા બાલકનાથ, દેવી સિંહ પટેલ સામેલ છે. આ સાથે જ અનેક દિગ્ગજોની ટિકિટ કપાઈ છે. આ યાદીમાં અનેક ચોંકાવનારા નામ પણ સામે આવ્યા છે. જયપુરના વિદ્યાધરનગરથી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવતના જમાઈ અને હાલના વિધાયક નરપતસિંહ રાજવીને ટિકિટ અપાઈ છે. 

દિયાકુમારી ચર્ચામાં
ગત મહિને જ્યારે પીએમ મોદી પરિવર્તન સંકલ્પ યાત્રાના સમાપન કાર્યક્રમમાં જયપુર પહોંચ્યા તો દિયાકુમારી ત્યાં હતાં. જેમને મંચ પર સમન્વયની જવાબદારી સોંપાઈ હતી. દિયાકુમારીને આટલી મહત્વની જવાબદારી મળ્યા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા છેડાઈ છે કે શું ભાજપ તેમને વસુંધરા રાજે સિંધિયાના વિકલ્પ તરીકે તૈયાર કરી રહ્યો છે. 

છત્તીસગઢ માટે પણ યાદી
આ ઉપરાંત છત્તીસગઢ માટે પણ ભાજપે ઉમેદવારોની યાદી જાહેરા કરી છે. જેમાં ત્રણ સાંસદોને ભાજપે ટિકીટ આપી છે,