હાલ છત્તીસગઢમાં છવાયેલો છે કયો પક્ષ? જાણો રાજકીય ગણિત

0
318
ભુપેશ બઘેલ, છત્તિસગઢ
ભુપેશ બઘેલ, છત્તિસગઢ

સૌ કોઈ જાણે છેકે, વર્ષ 2024માં લોકસભા ની ચૂંટણીઓ આવી રહી છે. ફરી એકવાર કેન્દ્રમાં મોદી સરકાર આવશે, ભાજપનું શાસન આવશે, પ્રજા મતદાન કરીને પુનરાવર્તન કરશે? કે પછી આ વખતે કોઈ પરિવર્તન આવશે? જોકે, આ સવાલનો જવાબ મેળવવા માટે પહેલાં તમારે રાજ્યોની સ્થિતિ જાણવી પડશે. એ પહેલાં કેન્દ્રીય ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં છત્તીસગઢનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને આ પાંચેય પૈકી છત્તીસગઢ એક જ એવું રાજ્ય છે જ્યાં બે તબક્કામાં મતદાન કરવામાં આવશે. બાકી બધામાં એક જ ચરણમાં મતદાન થઈ જશે.  છત્તીસગઢ માં હાલ કોંગ્રેસની સરકાર છે અને ત્યાંના મુખ્યમંત્રી છે ભૂપેશ બગેલ. શું ભાજપ અહીં પંજાને પછાડીને કમળ ખિલવી શકશે? એ જાણવા માટે પહેલાં અહીંની રાજકીય સ્થિતિના આંકડાઓ વિશે જાણી લઈએ….

વર્ષ 2018 છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામો અને મતોનું ગણિતઃ

પક્ષ        પરિણામ
કોંગ્રેસ        68 બેઠક
ભાજપ        15 બેઠક
JCC        5 બેઠક    
બસપા        2 બેઠક
કુલ         90 બેઠક

છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી 2018:        
પક્ષ        વોટ શેર
કોંગ્રેસ        43 ટકા
ભાજપ        33 ટકા
JCC        7.6 ટકા    
બસપા        3.9 ટકા
નોટા        2.0 ટકા

2018માં છત્તીસગઢની સ્થિતિ-
2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ જીતી
છત્તીસગઢમાં 15 વર્ષ બાદ કોંગ્રેસની સરકાર બની
કોંગ્રેસને 68 બેઠકો મળી હતી
ભાજપને માત્ર 15 બેઠકો મળી હતી
રાજ્યમાં વર્તમાન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ છે

સૌ કોઈ જાણે છેકે, વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. ફરી એકવાર કેન્દ્રમાં મોદી સરકાર આવશે, ભાજનું શાસન આવશે, પ્રજા મતદાન કરીને પુનરાવર્તન કરશે? કે પછી આ વખતે કોઈ પરિવર્તન આવશે? જોકે, આ સવાલનો જવાબ મેળવવા માટે પહેલાં તમારે રાજ્યોની સ્થિતિ જાણવી પડશે. એ પહેલાં આજે કેન્દ્રીય ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં છત્તીસ ગઢનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને આ પાંચેય પૈકી છત્તીસ ગઢ એક જ એવું રાજ્ય છે જ્યાં બે તબક્કામાં મતદાન કરવામાં આવશે. બાકી બધામાં એક જ ચરણમાં મતદાન થઈ જશે.  છત્તીસ ગઢમાં હાલ કોંગ્રેસની સરકાર છે અને ત્યાંના મુખ્યમંત્રી છે ભૂપેશ બગેલ. શું ભાજપ અહીં પંજાને પછાડીને કમળ ખિલવી શકશે?