ફેમિલી કોર્ટે ક્રિકેટર શિખર ધવનને તેની પત્ની આયેશા મુખર્જીથી છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. દિલ્હીની ફેમિલી કોર્ટે કહ્યું કે અરજદાર (શિખર ધવન) ક્રૂરતાના આધારે છૂટાછેડા લેવા માટે હકદાર છે. તેમના 11 વર્ષ જૂના લગ્નજીવનને વિખેરી નાખતા ફેમિલી કોર્ટે કહ્યું કે, “બંને પક્ષો પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે સંમત થયા હતા અને તેમના લગ્ન ઘણા સમય પહેલા સમાપ્ત થઈ ગયા છે અને તેઓ 8 ઓગસ્ટ, 2020 થી એકબીજા સાથે પતિ-પત્નીના રૂપમાં નથી રહેતા.”
ફેમિલી કોર્ટે કહ્યું કે, અરજદારે તેના સગીર પુત્રની કાયમી કસ્ટડી આપવા માટે પણ પ્રાર્થના કરી છે, અને કહ્યું છે કે સગીર પુત્ર માટે પ્રતિવાદી (આયેશા) સાથે રહેવું નૈતિક, મનોવૈજ્ઞાનિક અને માનસિક રીતે વિનાશક છે, જેણે જન્મથી તેના કલ્યાણમાં સતત ખલેલ પહોંચાડી છે અને તેના માટે હાનિકારક કામ કર્યું છે. વધુમાં, એવી રજૂઆત પણ કરવામાં આવી છે કે પ્રતિવાદી સામે ફોજદારી કેસ પડતર હોવાથી, આ હકીકત અરજદાર (શિખર ધવન)ની તરફેણમાં એક મહત્વપૂર્ણ પરિબળ છે.
શિખર ધવને અરજી દ્વારા જણાવ્યું હતું કે, તેને લગ્ન પછી ખબર પડી હતી કે પ્રતિવાદી (આયેશા)એ અરજદાર(શિખર ધવન)ને તેની સાથે લગ્ન કરવા માટે પ્રેરિત કરવાનું પ્રાથમિક કારણ માત્ર તેની પાસેથી કરોડો રૂપિયા પડાવવાનું હતું. લગ્નના થોડા સમય પછી, પ્રતિવાદી (આયેશા)એ અરજદારની સામે બદનક્ષીભરી અને ખોટી સામગ્રી તૈયાર કરીને ફેલાવવાની ધમકી આપી હતી. જેથી કરીને જો તે પૈસાની માંગણી પૂરી ન કરે તો અરજદાર(શિખર ધવન)ની પ્રતિષ્ઠા અને ક્રિકેટ કારકિર્દીને ખરાબ કરી શકે.
શિખર ધવને આયેશા મુખર્જીને લગતી તમામ પોસ્ટ હટાવી દીધી છે. ત્યારે તેમની એક જૂની પોસ્ટનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
ઉલ્લેકનીય છે કે, શિખર ધવને ઓક્ટોબર 2012માં આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા, આયેશા મુખર્જીને તેના પહેલા લગ્નથી બે દીકરીઓ છે. શિખર ધવન સાથેના લગ્નથી તેમણે એક દીકરો (જોરાવર) છે. 2021માં આયેશાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં છૂટાછેડા લેવાની વાત કરી હતી.
દેશ, દુનિયા અને મનોરંજનને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –
ગેમિંગ એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રણબીર કપૂરને સમન્સ
“ન્યાયની અપેક્ષા રાખો, બદલો લેવાની નહીં”: સુપ્રીમ કોર્ટ નો EDને કડક ઠપકો
“હું તમને એક રહસ્ય કહું…”, KCR NDAમાં જોડાવા માંગતા હતા : વડાપ્રધાન મોદી
“સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ ઉંમર સાબિત નથી કરતું” : બળાત્કાર કેસમાં હાઈકોર્ટની ટિપ્પણી