વર્લ્ડ કપ મેચ જોવા માટે ફિઝિકલ ટિકિટ ફરજિયાત; ફિઝિકલ ટિકિટ નહિ હોય તો..? ‘નો એન્ટ્રી’

0
461
Physical ticket - mandatory
Physical ticket - mandatory

વર્લ્ડ કપ 2023 ની શરૂઆત આગામી 4 ઓક્ટોબરથી વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા અમદાવાદ સ્થિત મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાની છે. વર્લ્ડ કપ 2023 ની મેચો જોવા માટે લાખો લોકો આવવાના છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન સહિત કુલ પાંચ જેટલી મેચો રમાવવાની છે. આ વર્લ્ડ કપ 2023  મેચોનું ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવેલા લોકોએ ફિઝિકલ ટિકિટ મેળવવાની ફરજિયાત કરવામાં આવ્યું છે. ફિઝિકલ ટિકિટ મેળવવા માટે શહેરના ગાંધીનગર હાઇવે પર 4D સ્ક્વેર મોલમાં જલસા બેન્કવેટ અને નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ એમ બે જગ્યાઓ પર ફિઝિકલ ટિકિટ લેવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ટિકિટ 3, 4, 5 ઓક્ટોબર એમ ત્રણ દિવસ જ મળી શકશે.

Physical ticket - mandatory
Physical ticket – mandatory

૩ ઓક્ટોબર સવારથી બંને જગ્યાએ ટિકિટથી ફિઝિકલ ટિકિટ આપવાની શરૂઆત થઈ ગઈ છે. સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી આ બંને જગ્યા ઉપરથી લોકો ટિકિટ મેળવી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેની પાસે આ ટિકિટ નહીં હોય તેમને સ્ટેડિંયમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

બુકિંગ ઇન્ફોર્મેશન તેમજ નંબર વેરિફિકેશન બાદ જ મળશે ટિકિટ :

ફિઝિકલ ટિકિટ ટિકિટ લેવા જે વ્યક્તિ આવશે, તેણે જે પણ વ્યક્તિએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી હોય તેઓએ પોતાની ઓનલાઇન ટિકિટનો બુકિંગ આઈડી નંબર સાથે લઈને આવવાનો રહેશે. ટિકિટ સેન્ટર તેનો આ બુકિંગ ઇન્ફોર્મેશન નંબર વેરિફિકેશન કરવામાં આવશે. આ ઉપરાંત તેમનો મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી સહિતની બાબતોને વેરિફિકેશન કર્યા બાદ ટિકિટની પ્રિન્ટ આપવામાં આવશે. સ્ટેડિયમમાં મેચના દિવસે પ્રવેશ માટે આ ટિકિટ જ માન્ય રહેશે.

Narendra Modi Stadium
Narendra Modi Stadium

સ્ટેડિયમમાં પ્રવેશ કરવા માટે ફિઝિકલ ટિકિટ અનિવાર્ય :

ભારત પાકિસ્તાન સહિતની અમદાવાદમાં કુલ પાંચ જેટલી મેચો અમદાવાદના મોટેરા સ્ટેડીયમ ખાતે રમાવવાની છે. ત્યારે તમામ મેચો માટેની ઓનલાઇન ટિકિટ  ‘bookmyshow’ ઉપરથી ખરીદવાની હોય છે. ઓનલાઇન બુકિંગ કર્યા બાદ ફિઝિકલ ટિકિટ મેળવવી હવે અનિવાર્ય બનવવામાં આવ્યું છે. જેના માટે ‘bookmyshow’  દ્વારા આ ટિકિટ આપવાની શરૂઆત કરવામાં આવી છે. કુલ સાત જેટલા કાઉન્ટર રાખવામાં આવ્યા છે.

bcci world cup bookmyshow

‘bookmyshow’  ઉપરથી ટિકિટ બુકિંગ કરાવ્યા બાદ ફિઝિકલ ટિકિટ મેળવવાની રહે છે. જેના માટે ચાંદખેડા જલસા બેન્કવેટ પર ટિકિટ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ સાત જેટલા ટિકિટ કાઉન્ટર છે. જેના ઉપર બુકિંગ આઇડી નંબર આપવામાં આવ્યો છે. તેને સ્કેન કરી વેરિફિકેશન કરીને ફિઝિકલ ટિકિટ પ્રિન્ટ કરીને આપવામાં આવશે. ટિકિટ લેવાનો સમય સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધીનો રરાખવામાં આવ્યો છે.

દેશ, દુનિયા અને રાજ્યને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

વર્લ્ડ કપ 2023ની મેચ જોવા જવાના છો..? તો છોડો પાર્કિંગની ચિંતા : આ રહી ખાસ સુવિધા

આદિવાસી સુરક્ષા યાત્રાનું ઇડર વાસીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું

મેટ્રો રેલ સેવાની સફળતાનું એક વર્ષ પૂર્ણ

ખેડૂતોને મળશે લાભ – સોલાર ફેન્સીંગ સહાયમાં વધારો

ઈ-સિગારેટ રાખવું પડશે ભારે, ઉલ્લંઘન કરનાર સામે થશે કાર્યવાહી : આરોગ્ય મંત્રાલય

350 વર્ષ બાદ છત્રપતિ શિવાજી મહારાજના ‘વાઘનાખ’ બ્રિટનથી પરત લાવવામાં આવશે

સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 10 ટકા વધીને રૂ. 1.62 લાખ કરોડને પાર