એરફોર્સ ડેની ઉજવણી મધ્યપ્રદેશના ભોપાલમાં વાયુસેનાના કરતબો

0
173
એરફોર્સ ડેની ઉજવણી મધ્યપ્રદેશના ભોપાલમાંવાયુસેનાના કરતબો
એરફોર્સ ડેની ઉજવણી મધ્યપ્રદેશના ભોપાલમાંવાયુસેનાના કરતબો

 91માં એરફોર્સ ડેની ઉજવણી

વાયુસેનાના દિલધડક કરતબો

દેશના સૌથી મોટા એર શોનું  આયોજન

એર શોને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો  બોટ ક્લબ પહોંચ્યા

મધ્યપ્રદેશના ભોપાલમાં એરફોર્સ ડેની 91મી ઉજવણી પર દેશના સૌથી મોટા એર શોનું  આયોજન કરવામાં આવ્યું છે. આ એર શોમાં એરફોર્સના ફાઈટર પ્લેન કરતબ કરી રહ્યા છે. આ એર શોને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો  બોટ ક્લબ (બડા તળાવ) ખાતે પહોંચ્યા હતા.ભોપાલમાં ચાલી રહેલા એર શો દરમિયાન રોમાંચક એરોબેટિક ડિસ્પ્લે સાતે દેશની વાયુ શક્તિનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ એરશોમાં એરફોર્સના 65 ફાઈટર પ્લેન ભાગ લઈ રહ્યા છે જેમાં મહિલા પાઈલટોએ પણ ભાગ લીધો છે. આગ્રા, ગ્વાલિયર અને ગાઝિયાબાદથી લોન્ચ કરવામાં આવેલા કેટલાક ફાઇટર પ્લેન ભોપાલના મોટા ક્લબ (બડા તળાવ) પર દિલધડક કરતબ બતાવી હતી. ખાસ કરીને તેજસ, આકાશ ગંગા, રૂદ્ર, બાદલ, શમશેર, ત્રિશુલ, સારંગ, જગુઆર અને સૂર્ય કિરણ ફાઈટર પ્લેનના કરતબે લોકોના દિલ જીતી લીધા હતા.

https://twitter.com/i/broadcasts/1mrGmyqqAZkGy

ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ શનિવારે (30 સપ્ટેમ્બર) મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના પ્રખ્યાત બડા તળાવ પર એર શોમાં તાકાત બતાવી. આ એરશોમાં 65 ફાઈટર પ્લેન સામેલ છે, જેમાં મહિલા પાઈલટોએ પણ લીધો છે. લીધા હતા.ચિનૂક હેલિકોપ્ટરે પણ એર શોમાં ભાગ લીધો હતો જે લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર હતું. આ એર શો દ્વારા વાયુસેનાએ પોતાની લડાયક ક્ષમતાનું શાનદાર પ્રદર્શન કર્યું છે. લોકોએ પોતાના મોબાઈલ ફોન પર એર શોનો વીડિયો બનાવવામાં પણ ઉત્સાહ દર્શાવ્યો હતો.

ખરાબ હવામાન હોવા છતાં સારું પ્રદર્શન

ખરાબ હવામાન હોવા છતાં, વાયુસેનાના પાઇલટ્સે ઉડાન ભરીને સાબિત કરી દીધું છે કે પડકારોનો સામનો કરવાની તેમની હિંમતમાં હવામાન પણ અડચણરૂપ નથી. શનિવારે સવારે 8:00 વાગ્યાની આસપાસ રાષ્ટ્રગીત સાથે શરૂ થયેલા એર શોને જોવા માટે રસ્તાઓ પર લોકોની ભારે ભીડ હતી. લોકો તેમના ઘરની છત પર પણ એકઠા થયા હતા

આ સાથે જ વાયુસેનાના બહાદુર પાઇલટ્સના પરાક્રમો નિહાળનાર હજારો બાળકોમાં પણ ભારતીય વાયુસેનામાં પાઇલોટ બનવાની આશા જાગી છે. તમને જણાવી દઈએ કે આ એર શોનું રિહર્સલ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યું હતું. ભોપાલના વોટ ક્લબમાં આ શો માટે ફક્ત કાર્ડ મેળવનાર લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ