Home State Gujarat મેટ્રો રેલ સેવાની સફળતાનું એક વર્ષ પૂર્ણ

મેટ્રો રેલ સેવાની સફળતાનું એક વર્ષ પૂર્ણ

0
613
મેટ્રો રેલ સેવાની સફળતાનું એક વર્ષ પૂર્ણ
મેટ્રો રેલ સેવાની સફળતાનું એક વર્ષ પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પ્રારંભ કરાવેલી અમદાવાદની મેટ્રો રેલ સેવાની સફળતાનું એક વર્ષ પૂર્ણ

એક વર્ષ પહેલા વડાપ્રધાનએ શરૂ કરાવેલી મેટ્રો રેલ સેવા બની અમદાવાદની લાઈફલાઈન

શહેરી વિકાસ અને આધુનિક પરિવહનના ઉત્કૃષ્ટ ઉદાહરણ સમી મેટ્રો રેલનો એક વર્ષમાં અઠવાડિયાના સામાન્ય દિવસોમાં સરેરાશ ૯૦ હજાર તથા રજાના દિવસોમાં સરેરાશ ૭૫ હજાર મુસાફરો પ્રવાસ કર્યો

•         પ્રવાસીઓની જરૂરિયાતને પહોંચી વળવા સવારના કલાકોમાં વધારાની ટ્રીપ શરૂ કરાઈ

•             પ્રારંભે ૩૦ મિનિટના અંતરે મેટ્રોની સેવા મળતી હતી હવે દર ૧૨ મિનિટે મેટ્રોની સેવા આપવામાં આવે છે

• મેટ્રો સેવાઓનો સમય સવારે ૯ થી રાત્રિના ૮ વાગ્યા સુધીનો હતો, જે હવે સવારે ૬:૨૦થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવેલી અમદાવાદ મેટ્રો રેલ સેવાએ સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ વડાપ્રધાને શરૂ કરાવેલી મેટ્રો રેલ સેવા હવે અમદાવાદની લાઈફ લાઈન બની ગઈ છે.

શહેરી વિકાસ વિભાગનો હવાલો પણ ધરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં આ મેટ્રો રેલ સેવાઓથી શહેરી પરિવહન સુખાકારીને વધુ સુવિધાસભર અને સંગીન બનાવવા સમયાંતરે સમીક્ષા પણ કરતાં રહે છે. આ એક વર્ષમાં મેટ્રો રેલમાં સામાન્ય દિવસોમાં સરેરાશ ૯૦ હજાર તથા રજાના દિવસોમાં સરેરાશ ૭૫ હજાર મુસાફરોએ પ્રવાસ કર્યો છે. વહેલી સવારના પ્રવાસીઓની જરૂરિયાતને પહોંચી વળવા સવારના કલાકોમાં વધારાની ટ્રીપ શરૂ કરવામાં અવી છે. પ્રારંભે ૩૦ મિનિટના અંતરે મેટ્રોની સેવા મળતી હતી હવે દર ૧૨ મિનિટે મેટ્રોની સેવા આપવામાં આવે છે. મેટ્રો સેવાઓનો સમય સવારે ૯થી રાત્રિના ૮ વાગ્યા સુધીનો હતો, જે હવે સવારે ૬:૨૦થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.

અમદાવાદ મેટ્રો, અમદાવાદના નાગરિકો માટે વરદાન સાબિત થઇ છે. ટુ-વ્હીલર, રીક્ષા, કાર જેવા વાહનોના વપરાશકર્તાઓએ હવે સલામત અને અનુકૂળ મુસાફરીને કારણે મેટ્રોનો વિકલ્પ પસંદ કર્યો છે. જો બેથી ત્રણ મુસાફરો વચ્ચે એક વાહનની ગણતરી કરવામાં આવે તો આ વર્ષ દરમિયાન અમદાવાદના રોડ પર વાર્ષિક અંદાજે ૭૦ લાખ જેટલા વાહનોની અવર-જવારમાં ઘટાડો થયો હોવાનું અનુમાન કરી શકાય. પરિણામે રસ્તા પરના ટ્રાફિકમાં રાહત મળી હતી અને શહેરના વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

 અત્રે ઉલ્લેખનીય છે કે, મેટ્રો ટ્રેનમાં વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશનથી થલતેજ મેટ્રો સ્ટેશન સુધીની મુસાફરી માત્ર ૩૯ મિનિટમાં થાય છે જ્યારે APMC થી મોટેરા સુધીની મુસાફરી માત્ર ૩૨ મિનિટમાં થાય છે. જેના કારણે મેટ્રો, એક વિશ્વસનીય, સલામત અને આરામદાયક મુસાફરી માટેનું પરિવહન સાબિત થયું છે.

ક્રિકેટ મેચ, તહેવારના દિવસો, ભારે વરસાદના દિવસોમાં વિશેષ જરૂરિયાતને પહોંચી વળવા મેટ્રો ટ્રેનની સેવાઓ પુરી પાડવામાં આવે છે. મેટ્રો સ્ટેશનોને અમદાવાદની સ્થાનિક સંસ્કૃતિ, વિશેષતાઓ અને હેરિટેજ સ્મારકોની ઝાંખી દર્શાવતા આર્ટવર્કથી સુશોભિત કરવામાં આવ્યા છે.

આ એક વર્ષમાં ક્રિકેટ મેચ દરમિયાન ટ્રેન રેપિંગ, પ્રમોશનલ ઈવેન્ટ્સ, ફિલ્મ શૂટિંગ વગેરે જેવી અન્ય આવક ઉભી કરવાની પ્રવૃત્તિઓ પણ શરૂ કરાઇ છે, જેથી ટ્રેનના ભાડા સિવાય અન્ય આવક પણ થાય છે.

ઉત્તર-દક્ષિણ કોરિડોર હવે મોટેરાથી આગળ ગાંધીનગર સુધી લંબાવવામાં આવી રહ્યો છે, આવતા વર્ષે તેનો શુભારંભ કરવાનું આયોજન જીએમઆરસીએ કર્યું છે. મોટેરાથી ગાંધીનગરનો આ કોરિડોર અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મહત્વપૂર્ણ લીંક સાબિત થશે અને બંને શહેરોના મુસાફરોને ટ્રાફિકની ભીડમાંથી મોટી રાહત મળશે તથા બન્ને શહેરના વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે.

રાજ્ય સરકારે નાગરિકોને ફાસ્ટ મોબિલિટી સાથેની અદ્યતન પરિવહન સુવિધાઓ આપવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત કરેલી મેટ્રો મુસાફરોની પસંદગી અને પ્રાથમિકતા બની ગઈ છે.

વાંચો અહીં કપરાડામાં એસીબીની સફળ ટ્રેપ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે