ભવ્યાતિભવ્ય એવા ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ છે, અંબાજી મેળો અંતિમ ચરણમાં પહોંચ્યો છે, માં જગતજનની અંબામાંનું મંદિર અને અંબાજી માનવ મેહરમણથી ઉભરાયું છે. ચાચર ચોકમાં માઈભક્તોની માતાજીના દર્શન કરવા માટે લાંબી લાઈનો લાગી છે. પૂર્વ DGP એ.કે સિંઘ તેમના પત્ની ધજા સાથે ગાંધીનગરથી પગપાળા અંબાજી પહોંચ્યા. એ.કે સિંઘ દ્વારા લાવેલી ધજા ચઢાવી કલેક્ટર વરુણકુમારે મેળાની પૂર્ણાહુતિ કરાવી હતી. માં અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મેળો નિર્વિઘ્ને પૂર્ણ થયો છે. 7 દિવસ ચાલેલા આ મહામેળામાં 45 લાખથી વધુ લોકોએ માતાજીના દર્શન કરી ધન્યતા ઉનુભવી.
અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર :
ભાદરવી પૂનમના રોજ અંબાજી મંદિરમાં મહા-મંગળા આરતી વહેલી સવારે 6:00 વાગ્યા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં માઇભક્તો મંગલા-આરતીનો લાહવો લેવા માટે વહેલી સવારથી જ લાઈનોમાં લાગ્યા હતા. સવારે 6:00 કલાકે માતાજીની મંગળા આરતીનો અવસર લેવા માટે મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોનું ઘોડાપૂર માતાજીના દર્શન કરવા પહોંચ્યુ. હાથોમાં ધજાઓ લઈને ‘જય જય અંબે’ના જય ઘોષ સાથે અંબાજી મંદિરમાં પહોંચતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંબાજી મંદિરમાં પહોંચતાની સાથે જ જાણે માઈભક્તોમાં એક અલગ જ પ્રકારની ઉર્જા આવતી તેવો અનુભવ થાય છે.
પૂર્વ DGP એ.કે સિંઘ પત્ની સાથે ગાંધીનગરથી ધજા લઈને પગપાળા કરી અંબાજી પહોંચ્યા :
પૂર્વ DGP એ.કે સિંઘ તેમના પત્ની સાથે ગાંધીનગરથી ધજા લઈને પગપાળા અંબાજી પહોચ્યા હતા, પૂર્વ DGP એ.કે સિંઘ જે ધજા લઈને આવ્યા હતા તે ધજા કલેકટર વરુણકુમારે અંબાજી મંદિરના શિખર પર ચઢાવી હતી. એ.કે. સિંઘના જણાવ્યાનુસાર ભક્તિના આ મોટા પ્રસંગમાં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં અહિંયા દર્શન કરવા માટે આવે છે. મેળાને સફળ અને સુમેળભર્યા આયોજનમાં વહિવટી તંત્રના પાયારૂપ પોલીસ વિભાગ ઉપર પણ મોટી જવાબદારી હોય છે. મને ખુબ સંતોષ છે કે આ જવાબદારી પોલીસ વિભાગે જુસ્સા અને ઉત્સાહભેર આટલો લાંબો અને સુંદર બંદોબસ્ત હોવા છતાં થાક્યા વિના ખુશ મિજાજ થઈને લોકોનું સંચાલન કરી રહ્યાં છે. સફળ આયોજન બદલ તેઓએ IG મોખલીયા અને SP તેજસ પટેલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા. તેમણે જણાવ્યું કે ગાંધીનગરથી જયારે અમે ચાલતા નીકળ્યાં ત્યારે અમોને વિશ્વાસ પણ નહોતો કે અમે અહિં સુધી પહોંચીશું.
અંબાજીમાં તંત્ર સજ્જ , ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજન
દ્વારકા -ભક્તોએ લગાવી ગોમતીમાં આસ્થાની ડૂબકી -મહત્વના સમાચાર
સ્કંદપુરાણમાં ઘનશ્યામ પાંડે “સ્વામી”નો કોઈ ઉલ્લેખ નથી: જગદગુરુ શંકરાચાર્ય