ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગથી ચીનના પેટમાં તેલ રેડાયું
દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગની વાત ખોટી : ચીન
ઈસરોના ચંદ્રયાન-3 ની સફળતાને આખી દુનિયાએ વખાણી છે પરંતુ આ સફળતા ચીન પચાવી શકતું નથી. NASAથી લઈને યુરોપિયન યુનિયન સુધીની દરેક એજન્સીએ ભારત અને ઈસરોની સફળતાને બિરદાવી છે. ભારત ચંદ્રના દક્ષીણધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો પહેલો દેશ છે. પરંતુ ચીનને ભારતની આ સફળતાથી પેટમાં દુખી રહ્યું છે. ચીનના મૂન મિશન પ્રોગ્રામના સંસ્થાપક દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ચંદ્રયાન-3નું ચંદ્રની દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ લેન્ડિંગની વાત ખોટી છે.
જ્યારે ભારતનું ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં સફળતાપૂર્વક ઉતરાણ કર્યું ત્યારે સમગ્ર વિશ્વ ભારતની આ સિદ્ધિથી આશ્ચર્યચકિત થઈ ગયું હતું. નાસાથી લઈને યુરોપિયન સ્પેસ એજન્સી, ભારત અને ભારતીય સ્પેસ એજન્સીએ આ સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બની ગયો છે. પરંતુ ચીન ભારતની આ સફળતાને પચાવી શક્યું નથી. ચીનના મૂન મિશન પ્રોગ્રામના સ્થાપકે કહ્યું છે કે ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતારવાનો ભારતનો દાવો ખોટો છે.બુધવારે ચીનના પ્રથમ ચંદ્ર મિશનના મુખ્ય વૈજ્ઞાનિક ઉયાંગ જિયુઆને કહ્યું કે ભારતનું કહેવું ખોટું છે કે ચંદ્રયાન-3 ભારતના દક્ષિણ ધ્રુવની નજીક ઉતર્યું હતું. ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સના એક સભ્ય દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ચંદ્રયાન-3ના લેન્ડિંગ સાઈટ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર નથી, ચંદ્રના દક્ષિણ ધ્રુવની આસપાસ અને આર્કટિક ધ્રુવ પ્રદેશની નજીક પણ તેનું લેન્ડિંગ થયું નથી. તેમણે જણાવ્યું કે, ભારતનું રોવર આશરે 69 ડિગ્રી દક્ષિણના અક્ષાંશ પર ઉતર્યું હતું. તે ચંદ્રના દક્ષિણ ગોળાર્ધનો ભાગ, દક્ષિણ ધ્રુવનો ભાગ ન કહેવાય. ચંદ્રનું દક્ષિણ ધ્રુવ 88.5 અને 90 ડિગ્રીના અક્ષાંશ વચ્ચે આવેલ હોય છે.
વાંચો અહીં ઈદે મિલાદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી