ઈદે મિલાદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

0
160
ઈદે મિલાદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
ઈદે મિલાદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

અમદાવાદમાં ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી

દાવતે ઈસ્લામ દ્વારા જૂલૂસ કાઢવામાં આવ્યો

મોટી સંખ્યમાં લોકો જોડાયા

ઈદે મિલાદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં ગુરૂવારે દાવતે ઈસ્લામ દ્વારા ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં ગુરૂવારે સવારે 8 થી 12 દરમિયાન જમાલપુરથી પંરપરાગત રૂટ પરથી જુલુસ નીકળ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. અને ઈદે મિલાદના પર્વની ધાધૂમથી ઉજવણી કરાઈ હતી. નોંધનીય છે કે અમદાવાદમાં ઈદે મિલાદનો મુખ્ય જૂલૂસ શુક્રવારે નીકળશે. ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ એક જ દિવસે હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

સાબરકાંઠા : ઈદે મિલાદનો તેહવાર ઉત્સાહ ભેર ઊજવવામાં આવ્યો

મુસ્લીમ સમાજ દ્વારા જૂલૂસ કાઢવામાં આવ્યું

મોટી સંખ્યામાં મુસ્લીમ સમાજના લોકો જૂલૂસમાં જોડાયા

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં ઈદે મિલાદનો તેહવાર ઉત્સાહ ભેર ઊજવવામાં આવ્યો હતો.ઇસ્લામ ધર્મ નાં વડા હઝરત મોહંમદ પયગંબર સાહેબનાં જન્મ દિવસની હિંમતનગરમાં ઉજવણી કરવામાં આવી હતી . મુસ્લીમ સમાજ દ્વારા આજે સવારે જૂલૂસ કાઢવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં મુસ્લીમ બિરાદરો જોડાયા હતા .આ જુલુસ વોહરવાડ  નગીના મસ્જીદ થી નીકળી મદીના મસ્જીદ ..અલકાપુરી… હજીપુરા થી ન્યાયમંદિર થઈ હસન શહીદની દરગાહે  શાંતિપૂર્ણ વાતાવરણમાં પોહચ્યું હતું જ્યાં જુલુસ નું સમાપન કરવામાં આવ્યું હતું .જુલુસ દરમિયાન સાબરકાંઠા પોલીસ દ્વારા ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું દરમિયાન ઠેર ઠેર ઠંડા પાણી આઈસ્ક્રીમ બિસ્કીટ ચોકલેટ દૂધ કોલ્ડ્રિંક વગેરે નું વિતરણ કરવામાં આવ્યું હતું.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ