કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીઓ: ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માં પ્રિય છે. ગુજરાતમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ કેનેડા જાય છે. પરંતુ હાલનો વિવાદ લોકોમાં મૂંઝવણ ઉભો કરી રહ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓ હાલમાં પ્રવેશ લેવાનું ટાળી રહ્યા છે અને આવતા વર્ષ સુધી રાહ જોવાનું નક્કી કર્યું છે. આ તણાવને કારણે કેટલાક વિદ્યાર્થીઓ ના અભ્યાસના આયોજનને અસર થઈ છે. બન્ને દેશો વચ્ચે ઉભા થયેલા ખટરાગના કારણે તો કેનેડા માટેની ઈન્કવાયરી પણ ઓછી થઈ ગઈ છે. પરંતુ જેણે એડમિશન લઈ લીધા છે તેમને ગયા વગર છૂટકો નથી.આવામાં આગામી સમયની અંદર જાન્યુઆરી મહિનામાં કેનેડાની તમામ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ના એડમિશન લેવાઈ ગયા છે તેઓ પણ ચિંતિત છે.
ભારત અને કેનેડા વચ્ચે વધતા તણાવથી ઘણા ગુજરાતી વિદ્યાર્થીઓ પણ ચિંતિત છે જેઓ ટૂંક સમયમાં કેનેડા જવાની તૈયારી કરી રહ્યા હતા. દર વર્ષે ગુજરાતમાંથી હજારો વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે કેનેડાની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવે છે. આ વખતે પણ તેણે કેનેડાની સંસ્થાઓમાં એડમિશનની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી, પરંતુ કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો અચાનક બગડવાના કારણે તે મૂંઝવણમાં છે કે કેનેડા જવું કે નહીં.
આ અંગે વિઝા એક્સપર્ટનું માનવું છે કે હાલ ભારતના વિદ્યાર્થીઓ સૌથી વધારે સપ્ટેમ્બર મહિનામાં નીકળી ગયા છે હવે પછી જાન્યુઆરી 2024 માટે એડમિશન લેવા ગયા છે જેની માટે વિઝા પ્રોસેસ ચાલુ છે, પરંતુ વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં ડર શકે બીજા પ્રોસેસમાં વિલંબ અથવા તો તેમાં કાપ મુકાશે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં પડી શકે છે.
આ યોજના હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે
એક અમદાવાદી વિદ્યાર્થીએ આ વખતે કેનેડામાં આઈટી કોર્સ કરવાનું આયોજન કર્યું હતું. તે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ટોરોન્ટોની એક કોલેજમાં એડમિશન લેવાનો હતો, પરંતુ હવે તેણે આ એડમિશન આવતા વર્ષ સુધી મુલતવી રાખ્યું છે. તે કહે છે કે કોલેજની ફી ભરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે, પરંતુ મેં આ વખતે પ્રવેશ ન લેવાનો નિર્ણય કર્યો છે. અમે તાજેતરમાં યુક્રેન પર રશિયાના આક્રમણ દરમિયાન ભારતીય તબીબી વિદ્યાર્થીઓની દુર્દશા જોઈ છે. એટલા માટે જોખમ લેવા માંગતા નથી. હું છ મહિના રાહ જોવા તૈયાર છું.
10 હજાર વિદ્યાર્થીઓ કેનેડા જાય છે
ગુજરાતમાંથી દર વર્ષે 10,000થી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા જાય છે. પરંતુ તાજેતરના આંતરરાષ્ટ્રીય વિવાદે વિદ્યાર્થીઓને ચિંતામાં મૂકી દીધા છે. જેઓ સપ્ટેમ્બરમાં પ્રવેશ લેવાના હતા તેમની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તો હવે વારો આગામી પ્રવેશનો જ આવશે. કેનેડા અને ભારત વચ્ચેના તાજેતરના રાજદ્વારી તણાવ વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક છે, પરંતુ તેઓને ખાસ અસર થવાની શક્યતા નથી. કેનેડામાં સપ્ટેમ્બર માટે એન્ટ્રી લેવામાં આવી ચૂકી છે. હવે બધાની નજર એડમિશન માટેના નવા ડિસેમ્બર-જાન્યુઆરી સ્લોટ પર છે. આશા છે કે ત્યાં સુધીમાં બધું સારું થઈ જશે.
વિદ્યાર્થીએ કહ્યું કે કોઈ વાંધો નથી
હાલમાં ટોરોન્ટોમાં અભ્યાસ કરી રહેલા એક ગુજરાતી એન્જીનીયરીંગના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તેને અત્યારે ત્યાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી. ભારત અને કેનેડા દ્વારા લેવામાં આવેલા તાજેતરના નિર્ણયોથી વિદ્યાર્થીઓને તાત્કાલિક કોઈ સમસ્યા થવાની સંભાવના નથી, પરંતુ જો કેનેડા તેના વિઝા નિયમોમાં ફેરફાર કરશે તો તેની અસર થઈ શકે છે.
કેનેડિયન બ્રાન્ડ્સ પર અસર
આ વિવાદને કારણે ભારતમાં કેનેડિયન બ્રાન્ડ્સને અસર થઈ રહી છે. બંને દેશો વચ્ચે વેપાર સમજૂતી થવાની આશા હતી પરંતુ તેમ થયું નહીં. હવે જો બંને દેશો વધુ આક્રમક બનશે તો હજારો ભારતીય વિદ્યાર્થીઓને અસર થવાની સંભાવના છે.
પન્નુના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો
કેનેડાના હિંદુ સમુદાયે ન્યૂયોર્ક સ્થિત અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા હિંદુઓને ભારત પરત ફરવાની ધમકીનો ઉગ્ર વિરોધ કર્યો છે. કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નરેશ ચાવડાએ જણાવ્યું હતું કે તેઓ પન્નુની ચેતવણીને પગલે સામાજિક, કાનૂની અને રાજકીય પગલાં લઈ રહ્યા છે.