સમગ્ર રાજ્યમાં મેઘ મહેર,સાબરમતી નદીમાં નવા નીર આવ્યા  

0
165
સમગ્ર રાજ્યમાં મેઘ મહેર,સાબરમતી નદીમાં નવા નીર આવ્યા  
સમગ્ર રાજ્યમાં મેઘ મહેર,સાબરમતી નદીમાં નવા નીર આવ્યા  

સંત સરોવર ડેમના 8 દરવાજા ખોલાયા

સાબરમતી નદીમાં નવા નીર આવ્યા  

સંત સરોવર ડેમમાં પાણીની 19700 ક્યુસેક આવક

સમગ્ર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે.જેના પગલે રાજ્યોના ડેમો પણ છલકાયા છે. વધુ વરસાદના કારણે ગાંધીનગર સંત સરોવર ડેમના દરવાજા ખોલાયા છે.જેના પગલે સાબરમતી નદીમાં નવા નીર આવ્યા  છે . સંત સરોવર ડેમમાં પાણીની 19700 ક્યુસેક આવક થઈ  છે.જ્યારે 20012 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. 

ગાંધીનગર સંત સરોવરના 18 દરવાજા ખોલવામાં આવ્યા

સાબરમતી નદીમાં નવા નીરની આવક

સંત સરોવરમાંથી 19, 885 ક્યુસેક પાણીની આવક

વાસણા બરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ગાંધીનગર સંત સરોવરના 18 દરવાજા ખોલવામાં આવ્યા..તેમજ નર્મદા મુખ્ય કેનાલમાંથી 8 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે..ધરોઈ ડેમમાં પડેલા ઉપરવાસના વરસાદના કારણે ગાંધીનગર સંત સરોવર ના 18 દરવાજા ખોલતા સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે..ગાંધીનગર સંત સરોવર માંથી હાલમાં  19, 885 ક્યુસેક પાણીની આવક વધતા વાસણા બરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં પણ નવા નીરની આવક થતા વાસણા બેરેજ પર હાલમાં 15 દરવાજા અલગ અલગ લેવલ પર ખોલવામાં આવ્યા છે. હાલમાં વાસણા બેરેજ પર નદીનું  127.50 ફૂટની લેવલ મેન્ટેઈન કરવામાં આવી રહ્યું છે..ત્યારે હાલમાં આ લેવલ જાળવી રાખવામાં આવી રહ્યું છે..વાસણા બેરેજ પરથી નદીના નીચેના કિનારાના ભાગમાં 18,183 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી

 આગામી 20 તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે

સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા

એન્કર અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.સમગ્ર રાજ્યમાં હાલ મેઘરાજા મન મૂકીને મહેર કરી રહ્યા છે. આગાહી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કરવામાં આવી હતી. જે અંતર્ગત ભાદરવા માસના  પ્રારંભથી   મેઘરાજા રાજ્ય ઉપર મહેરબાન થયા હોય તે પ્રકારે પોતાની અસર બતાવી રહ્યા છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, આગામી 20 તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેશે