શ્રીજી પધાર્યા ઘરે ઘરે ….શ્રીગણેશજીની આરાધના અને ભક્તિનું પર્વ

0
203
શ્રીજી પધાર્યા ઘરે ઘરે ....શ્રીગણેશજીની આરાધના અને ભક્તિનું પર્વ
શ્રીજી પધાર્યા ઘરે ઘરે ....શ્રીગણેશજીની આરાધના અને ભક્તિનું પર્વ

શ્રીગણેશ ઉત્સવને લઈ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં ઈકો ફ્રેન્ડલી શ્રીજી ની મૂર્તિઓનું વેચાણ આ વખતે વધ્યું છે.  પીઓપી કરતા માટીની મૂર્તિઓ વધુ મોંધી છે પરંતુ ભક્તો  ઈકો ફ્રેન્ડલી શ્રીજી ની મૂર્તિઓને પસંદ કરી ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.  વહેલી સવારથીજ ભક્તોએ ગણેશજીના આગમનની તૈયારીઓ કરી અને સહ પરિવાર સાથે શ્રીજી ને પધરાવવા પહોંચ્યા હતા. શહેરના રામદેવનગર ચાર રસ્તા , બોડકદેવ અને સેટેલાઈટ વિસ્તારના નાગરિકોએ રામદેવનગરના શિલ્પકારો  પાસેથી મનપસંદ શ્રીજી ની મૂર્તિ ખરીદીને પોતાના ઘરે સ્થાપના કરી રહ્યા છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધનજી કાકા  નગરમાંના રહીશોએ ધામધૂમ પૂર્વક ભગવાન ગણેશજીની સ્થાપના વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે કરી. ભક્તોમાં ગણેશ મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો.  અમદાવાદમાં એક તરફ વરસાદી માહોલ છવાયો છે ત્યારે ગણેશ ચતુર્થી પર ભક્તો પણ ભક્તિના રંગે રંગાયા છે

ઘાટલોડિયા

મહેસાણામાં વિઘ્નહર્તાને પોલીસ દ્વારા અપાયું ગાર્ડ ઓફ ઓનર

સામાન્ય રીતે ગાર્ડ ઓફ ઓનર રાષ્ટ્રપતિ, આર્મીના સૈનિક, પ્રધાનમંત્રી કે રાજકીય નેતાઓને આપવામાં આવે છે પરંતુ મહેસાણામાં વર્ષોથી ગણપતિ દાદાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપાય છે પરંતુ મહેસાણામાં 112 વર્ષ જૂના ગાયકવાડી ગણપતિ મંદિરે ગણેશ ચતુર્થી નિમિત્તે દુંદાળા દેવને  ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા છે.  મહેસાણા શહેરના રાજમહેલ રોડ પર આવેલ ધાર્મિક આસ્થા સાથે જોડાયલ અંદાજે 112 વર્ષ પૌરાણિક જમણી સુંઢ ધારણ કરનાર  ગણપતિ બિરાજમાન છે. મહેસાણાના એકમાત્ર ગણેશજીને ગાયકવાડ શાસનકાળથી અપાતાં ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા છેલ્લા 90 વર્ષથી ચાલી રહી રહી છે. આજે પણ દર વર્ષેની જેમ ભાદરવા સુદ ચોથ એટલે કે ગણપતિદાદાના જન્મ જયંતિએ પોલીસના જવાનો સન્માનભેર ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા નિભાવી રહ્યા છે.

ગાર્ડ ઓફ ઓનર

પર્યાવરણની જાળવણી માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયત્ન

પર્યાવરણની જાળવણી માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયત્ન થઇ રહ્યા છે ત્યારે ગણેશ ચતુર્થીએ ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના નું મહત્વ વધતું જાય છે. ઘરમાં અને શેરી મહોલ્લામાં હજારોની સંખ્યામાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે, એવા સમયે POP કે બીજી કોઈ  સામગ્રીથી  ગણપતિ નહિ બનાવતાં માત્ર માટીમાંજ ગણેશજી બનાવવા અને ઘરમાં જ વિસર્જિત કરવાના આશય સાથે ભગવાન ગણેશજીનું સ્થાપન ઘરે ઘરે થયું છે.

શ્રીજીની પ્રતિમાને મોંઘવારીનું ગ્રહણ લાગ્યું

દિવસેને દિવસે મોંઘવારી સામાન્ય પરિવારોને પરેશાન કરી રહી છે ત્યારે અમદાવાદના ગુલબાઈટેકરા વિસ્તારના ગણેશ પ્રતિમા બનાવતા કારીગરો પણ બાકાત નથી.મૂર્તિ બનાવવા તમામ સામગ્રીના ભાવમાં વધારો થયો છે. કારીગરોના જણાવ્યા અનુસાર ઇકો ફ્રેન્ડલી મૂર્તિ માટે રો મટીરીયલ કાળી માટી તો સરકાર તરફથી  રાહત દરે મળે છે પરંતુ કલર , મોલ્ડિંગ , સુશોભન સામગ્રી મોતી સહિતની જવેલરી ખુબ  મોંઘી છે . કલરની ૧૦૦ ml ની ડબી જે  ગત વર્ષે ૧૦૦ રૂપિયાની આસપાસ હતી તે આ વર્ષે ૨૦૦ થી ૨૫૦ રૂપિયાની વચ્ચે  મળે છે. આ ઉપરાંત કારીગરોના રોજ માં વધારો થયો છે . અહીંના કારીગરોનું કહેવુંછે કે હાલ પર્યાવરણ જાગૃતિ માટે ગણેશજીની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી નો આગ્રહ ભક્તો ચોક્કસ રાખે છે પરંતુ ભાવ વર્ષના ભાવ પ્રમાણે જ માંગી રહ્યા