દિલ્હીમાં ફરીથી પૂરનો ખતરો,યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટી પર

0
190
દિલ્હીમાં ફરીથી પૂરનો ખતરો,યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટી પર
દિલ્હીમાં ફરીથી પૂરનો ખતરો,યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટી પર

દિલ્હીમાં ફરીથી પૂરનો ખતરો

યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટી પર

દિલ્હીમાં ફરીથી પૂરનો ખતરો તોળાઈ રહ્યું છે. યમુના નદીનું જળસ્તર 205.39 મીટરના ખતરાના નિશાનને વટાવી ગયું ફરીથી પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. પહાડી વિસ્તારોમાં  અવિરત વરસાદટને કારણે દિલ્હીમાં યમુનાનું જળ સ્તર 204.50 મીટરના ચેતવણીના નિશાનને  ને વટાવી ગયું છે. સેન્ટ્રલ વોટર કમિશનની વેબસાઈટ અનુસાર, જૂના રેલવે બ્રિજ પર પાણીનું સ્તર સોમવારે બપોરે 3 વાગ્યે 203.48 મીટરથી વધીને મંગળવારે સાંજે 6 વાગ્યે 204.94 મીટર થઈ ગયું હતું. રાત્રે 8:00 વાગ્યા સુધીમાં પાણીનું સ્તર 205.12 મીટર સુધી પહોંચી ગયું હતું. વર્તમાન જળસ્તર 205.39 મીટરના ખતરાના નિશાનને વટાવી ગયું છે. નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે.

દિલ્હી સરકારના સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે નદીના કાંઠે કેટલાક સ્થળોએ નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી શકે છે, પરંતુ ગંભીર પરિસ્થિતિની શક્યતા નથી. અગાઉ સોમવારે, હરિયાણાના યમુનાનગરમાં હથિનીકુંડ બેરેજમાં પ્રવાહ દર સવારે 9 વાગ્યે વધીને 75,000 ક્યુસેક થઈ ગયો, જે 26 જુલાઈ પછીનો સૌથી વધુ છે. બુધવારે પાણીનું સ્તર 204.5 મીટરના ચેતવણી સ્તરને સ્પર્શી શકે છે. દિલ્હી સરકારના સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગના અધિકારીએ કહ્યું કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. પાણીનું સ્તર વધી શકે છે

જુલાઈમાં પૂરના કારણે હાહાકાર

રાજધાની દિલ્હી અને હિમાચલના પહાડોમાં ભારે વરસાદને કારણે જુલાઈના મધ્યમાં દિલ્હીને ગંભીર પૂરનો સામનો કરવો પડ્યો હતો. 13 જુલાઈના રોજ, યમુના નદીએ અગાઉના રેકોર્ડને પણ તોડીને રેકોર્ડ 208.66 મીટરનો વધારો કર્યો હતો. છેલ્લા ઘણા વર્ષોની સરખામણીમાં પૂરના પાણી શહેરમાં ઘૂસી ગયા હતા. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 27000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પ્રોપર્ટી, બિઝનેસ અને કમાણીની દૃષ્ટિએ કરોડો રૂપિયા સુધીનું નુકસાન થયું છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ