રશિયાની પણ હવે ચંદ્રમા પર પહોંચવાની હોડ, 47 વર્ષ બાદ શરૂ થઈ ‘લૂના 25’ ની સફર

0
202
લુના-25
લુના-25

રશિયા 1976 બાદ પહેલીવાર ચંદ્રમા પર લૂના-25 યાન મોકલી રહ્યું છે. આ યાનનું લોન્ચિંગ યુરોપિયન અંતરિક્ષ એજન્સીની મદદ વગર કરાયું છે. આ અગાઉ ભારતે ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગની ઉપલબ્ધિ હાંસલ કરવા માટે ચંદ્રયાન-3ને ચંદ્રમા પર મોકલ્યું છે. ચંદ્રમા માટે રવાના થયેલા બંને મિશન દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. રશિયા એ શુક્રવારે 11 ઓગસ્ટના રોજ પોતાના સ્થાનિક સમય મુજબ વહેલી સવારે 2.11 વાગે વોસ્તોની કોસ્મોડ્રોમથી લૂના-25 લેન્ડરનું લોન્ચિંગ કર્યું. 47 વર્ષ બાદ રશિયાએ ચંદ્રમા માટે પોતાનું પહેલું અંતરિક્ષ યાન રવાના કર્યું છે. આ અગાઉ ભારતે ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગની ઉપલબ્ધિ હાંસલ કરવા માટે ચંદ્રયાન-3ને ચંદ્રમા પર મોકલ્યું છે. ચંદ્રમા માટે રવાના થયેલા બંને મિશન દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. આ રીતે ભારત અને રશિયા હવે એકબીજાના પાડોશી થવાના છે. એવું કહેવાય છે કે લૂના 25 ચંદ્રમાની સપાટી પર ચંદ્રયાનના સમયની આજુબાજુ જ લેન્ડ કરી શકે છે. 

અત્રે જણાવવાનું કે રશિયા 1976 બાદ પહેલીવાર ચંદ્રમા પર લૂના-25 યાન મોકલી રહ્યું છે. આ યાનનું લોન્ચિંગ યુરોપિયન અંતરિક્ષ એજન્સીની મદદ વગર કરાયું છે. જેણે યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ મોસ્કો સાથે પોતાનો સહયોગ સમાપ્ત કરી દીધો છે. રિપોર્ટ્સ મુજબ રશિયન અંતરિક્ષ યાન 23 ઓગસ્ટના રોજ ચંદ્રમા પર પહોંચવાની શક્યતા છે. બીજી બાજુ ભારતનું ચંદ્રયાન પણ 14 જુલાઈએ લોન્ચ કરાયું હતું જે પણ 23 ઓગસ્ટની આજુબાજુ જ લેન્ડ થાય તેવી શક્યતા છે. 

બંને દેશેઓ પોત પોતાના યાન ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જ્યાં હજુ સુધી કોઈ સોફ્ટ લેન્ડિંગ કરી શક્યું નથી. હજુ સુધી ફક્ત ત્રણ દેશ અમેરિકા, તત્કાલીન સોવિયેત સંઘ અને ચીન જ ચંદ્રમાની સપાટી પર લેન્ડિંગ કરી શક્યા છે. બધુ ઠીક રહ્યું તો રશિયાનું લૂન-25 અને ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થશે અને બંને દેશ ચંદ્ર પર એકબીજાના પડોશી બનશે. 

રશિયાની અંતરિક્ષ એજન્સી રોસ્કોસ્મોસના પ્રમુખ યુરી બોરિસોવના જણાવ્યાં મુજબ લૂનાનું લેન્ડર 21 ઓગસ્ટના રોજ ચંદ્રમાની સપાટી પર ઉતરી શકે છે. આ પહેલા લેન્ડિંગની તારીખ 23 ઓગસ્ટ  ગણાવવામાં આવી રહી હતી. ઈન્ટરફેક્સ મુજબ બોરિસોવે લોન્ચ બાદ વોસ્તોચન કોસ્મોડ્રોમમાં કાર્યકરોને કહ્યું કે હવે અમે 21 તારીખની રાહ જોઈશું. મને આશા છે કે ચંદ્રમા પર ખુબ સટીક સોફ્ટ લેન્ડિંગ થશે. લૂના 25 લગભગ એક નાની કાર આકારનું છે જે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર એક વર્ષ સુધી કામ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 

લૂના-25 મિશનની સફળતા મહત્વપૂર્ણ છે કારણ કે રશિયાની સરકારનો દાવો છે કે યુક્રેન સંઘર્ષના કારણે પશ્ચિમ દેશો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધથી રશિયન અર્થવ્યવસ્થાને ગંભીર નુકસાન પહોંચ્યું છે. આવામાં પહેલીવાર રશિયાએ પોતાના દમ પર આ અંતરિક્ષ મિશનને લોન્ચ કર્યું છે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન સાથે યુદ્ધના પરિણામ સ્વરૂપે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં રશિયાની ભાગીદારી ખતમ થઈ ગઈ હતી. જેના કારણે પશ્ચિમ દેશો સાથે રશિયાના અંતરિક્ષ સંબંધી સહયોગમાં ખુબ કમી આવી.