સાસંદ સંજય રાઉતના કેન્દ્ર સરકાર પર પ્રહાર,વાંચો અહીં શું કહ્યું

0
165
સાસંદ સંજય રાઉતના કેન્દ્ર સરકાર પર પ્રહાર,વાંચો અહીં શું કહ્યું
સાસંદ સંજય રાઉતના કેન્દ્ર સરકાર પર પ્રહાર,વાંચો અહીં શું કહ્યું

સંજય રાઉતનો કેન્દ્ર સરકાર પર મોટો પ્રહાર

રાજદ્રોહ કાયદો હટાવવા અંગે સાધ્યું નિશાન

 ભાજપ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા

ભાજપે પ્રદીપ કુરુલકર વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કર્યો નથીઃસંજય રાઉત

સાસંદ સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. ભારતીય સુરક્ષા બિલ 2023 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બિલને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યા છે.જેમાં રાજદ્રોહનો કાયદો પણ દુર કરવામાં આવ્યો છે. આ અંગે ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કેન્દ્ર અને ભાજપ સરકાર પર પ્રહારો કર્યાં છે. ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કેન્દ્ર અને ભાજપ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે તમે પૂણે સ્થિત વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકર વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કર્યો નથી , જેમણે પાકિસ્તાનને સંરક્ષણ રહસ્યો વેચ્યા હતા. તેઓ આરએસએસના કટ્ટર કાર્યકર છે. સાસંદ સંજયસંજય રાઉતે પ્રશ્ન ઉઠાવ્યો છે કે  શું તમે તેમને બચાવવા માટે જ રાજદ્રોહનો કાયદો હટાવ્યો?

ભારતીય સુરક્ષા વિધયકમાં અભિવ્યક્તિની આઝાદી હટાવાઇ છે- મનિષ તિવારી

આ બન્ને બિલોને લઇને સયુક્ત કમિટીની રચના થવી જોઇએ- મનિષ તિવારી

મનીષ તિવારીએ આ વાત કહી

ઇન્ડિયન જ્યુડિશિયલ કોડ બિલ 2023 પર કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે આ બિલમાં વાણી અને અભિવ્યક્તિની આઝાદીને બહાર કરી દેવામાં  આવી છે. તેથી, મારી માંગ છે કે લોકસભાના અધ્યક્ષ અને ભારતના ઉપરાષ્ટ્રપતિ, જેઓ રાજ્યોની પરિષદના અધ્યક્ષ છે, તેઓએ આ દરેકની તપાસ કરવા માટે સંસદની સંયુક્ત સમિતિની રચના કરવી જોઈએ. ભારતીય સુરક્ષા બિલ 2023 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બિલને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યા છે.

વાંચો અહીં બિલાસપુરમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન