દિલ્હીમાં ભારે વરસાદ,નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

0
161
પાંચ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદનું અનુમાન
પાંચ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદનું અનુમાન

દિલ્હીમાં વરસ્યો ભારે વરસાદ

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

બાદરપુર મેટ્રો સ્ટેશન પાસે પણ પાણી ભરાયા

વાહન ચાલકોને હાલાકી

દિલ્હીમાં ભારે વરસાદ વરસ્યો હતો. દેશભરમાં મોટા ભાગના રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે દિલ્હીમાં પણ શનિવારે ભારે વરસાદ વરસ્યો હતો .ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગચા હતા. અને લોકોને ભારે હાલાકીનો સામન કરવો પડ્યો હતો. દિલ્હીના બાદરપુર મેટ્રો સ્ટેશન પાસે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે.વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા દિલ્હી-એનસીઆરના હવામાનમાં વિચિત્ર રંગ જોવા મળી રહ્યો છે. સવારે અને સાંજે વરસાદ પડે છે, બપોરે ભેજયુક્ત હોય છે. શનિવારે દિલ્હી અને નોઈડાના ઘણા વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે દિલ્હીમાં આગામી ત્રણ-ચાર દિવસ સુધી કાળા વાદળો સાથે વરસાદની સંભાવના છે. જોકે તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય પરંતુ ગરમીથી ચોક્કસ રાહત મળશે.

શનિવારે વાદળછાયું વાતાવરણ રહેશે. હળવા વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન 34 અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે. 6 ઓગસ્ટે પણ હળવો વરસાદ પડશે. તે વાદળછાયું હોઈ શકે છે. મહત્તમ તાપમાન 35 અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સુધી રહી શકે છે. 7મીથી 9મી ઓગસ્ટ સુધી હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે. આ દરમિયાન મહત્તમ તાપમાન 35 થી 36 અને લઘુત્તમ તાપમાન 27 થી 28 ડિગ્રીની આસપાસ રહી શકે છે. 10મી ઓગસ્ટથી ફરી વરસાદ શરૂ થશે. વરસાદ હળવો રહેશે. પરંતુ તેના કારણે તાપમાનમાં ઘટાડો થશે. મહત્તમ તાપમાન 34 અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ