અમેરિકા ફરવા ગયેલા ગુજરાતી યુવક નું દર્દનાક મોત, રોડ ક્રોસ કરતા 14 ગાડીઓ દર્શિલ પરથી નીકળી ગઇ

0
174
યુવક
યુવક

વધુ એક ગુજરાતી યુવક નું અમેરિકામાં કમકમાટીભર્યું મોત થયું છે. પાટણનો યુવક ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો. જે આવતા મહિને ભારત પણ પરત ફરવાનો હતો. પરંતુ દુર્ભાગ્યવશ અમેરિકામાં થયેલા હિટ એન્ડ રનમાં પાટણના યુવક નું મોત થયું છે. આ દુઃખદ સમાચાર મળતા જ યુવક ના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાલ યુવકના મૃતદેહને અમેરિકાથી પાટણ લાવવા માટે ભારત સરકારની મદદ લેવાઈ રહી છે. સરકારને આ ઘટનાની જાણ કરવામાં આવી છે. હાલ યુવક ના મૃતદેહને પાટણ લાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

2

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમેરિકાનાં હ્યુસ્ટન શહેરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. પાટણથી અમેરિકા ગયેલો યુવાન પિતા સાથે વિડીયો કોલ પર વાત કરતા કરતા રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે પુરપાટ ઝડપે આવતી એક નહિ બે નહિ આશરે 14 જેટલી ગાડીઓ તેના પરથી પસાર થઈ ગઈ હતી. આમ 14 જેટલી ગાડીઓના ટાયર દર્શિલ પર ફરી વળતાં દર્શિલ થોડે સુધી ઢસડાઇને મોતને ભેટ્યો હતો. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે સિગ્નલ બંધ હતું ત્યારે યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો એવામાં અચાનક સિગ્નલ ખુલી જતા કારે ટક્કર મારી દીધી હતી. પાટણના મૃતક યુવકનું નામ દર્શિલ રમેશભાઈ ઠક્કર હતું અને તેમનો પરિવાર પાટણની શિવકૃપા સોસાયટીમાં રહે છે. 

1

દર્શિલ ટુરિસ્ટ વિઝા ઉપર અમેરિકા ગયો હતો અને તે સપ્ટેમ્બર મહિનામાં ભારત પરત આવવાનો હતો. પરંતુ અમેરિકાથી આવેલા વ્હાલસોયાના મોતના સમાચાર જાણી પરિવાર પર હાલ તો આભ ફાટી પડ્યું હતું. કારકિર્દીના ઘડતર માટે ગયેલો આશાસ્પદ યુવક જિંદગીની જંગ હારી જતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જુલાઈમાં કેનેડામાં રોડ અકસ્માતમાં અમદાવાદના વર્સિલ પટેલ (ઉં.વ 19)નું મૃત્યુ નિપજ્યું હતું. વર્સિલ પટેલ હાયર એજ્યુકેશન માટે કેનેડા ગયો હતો. તે કેનેડાના ઓન્ટારિયો પ્રોવેન્સના બેરી શહેરમાં રહેતો હતો. વર્સિલ પટેલ સર્કલ કે કન્વીનિયન્સ સ્ટોરમાં કામ કરતો હતો. 

ચોંકાવનારી વાત એ પણ છે કે, યુવકનો મૃતદેહ એટલી હતે ક્ષતિગ્રસ્ત થયો છે કે, તેને ભારત લાવવો શક્ય નથી. આ અંગે  દર્શિલના અકસ્માતની જાણ પરિવારજનોને થતાં પરિવારે સી.એમ ભૂપેન્દ્ર પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને રજૂઆત કરી હતી. આ મામલે સરકારનો સહકાર પણ મળ્યો હતો, પરંતુ અમેરિકાના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે દર્શિલનો મૃતદેહ ભારત લઇ જઈ શકાય તેવી હાલતમાં નથી. જેથી હવે દર્શિલના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે.