HomeEntertainmentદયા ભાભીની શોમાં થશે વાપસી ! ( બોલિવુડ,ટેલીવુડના ચટપટા સમાચાર )

દયા ભાભીની શોમાં થશે વાપસી ! ( બોલિવુડ,ટેલીવુડના ચટપટા સમાચાર )

તારક મેહતા સિરિલને શરૂ થયે પંદર વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે તારક મેહતા સિરિયલમાં અનેક વળાંકો આવ્યા છે . ત્યારે સિરિયલના મુખ્ય પાત્રમાંથી એક પાત્ર છેલ્લા છ વર્ષથી આ શો થી દુર છે… અને એ પાત્ર બીજું કોઈ નહી એ છે આપડા સૌના લાડીલા અને ગરવા ક્વીન કહેવાતા દયા ભાભી…

દયાભાભી
દયાભાભી

દયા ભાભીના પત્ર વિષે વાત કરીએ તો ,

દયા ભાભી છેલ્લા છ વર્ષથી સિરિયલથી દૂર છે, ત્યારે આ સમયમાં કોઈ પણ વ્યક્તિ દયા ભાભીનું સ્થાન નથી લઇ શક્યુ. ત્યારે શો ને 15 વર્ષ પૂર્ણ થવાના અવસર પર શોના ડાયરેક્ટર અસિત મોદીએ કહ્યું છે કે , જલ્દી જ દયા ભાભીની શોમાં રી એન્ટ્રી થશે. આસિત મોદી દ્વારા આ અંગે માહિતી આપવામાં આવ્યા બાદ થી જ ચાહકોની ખુશીમાં વધારો થયો છે. અને સૌ કોઈ દયા ભાભીને ફરી શો માં જોવા માટે ઉત્સુક્ત બન્યા છે,

બિગબોસ ઓટીટી-૨ માં શું થયું !

આશિકા ભાટિયા
આશિકા ભાટિયા

બિગબોસ ઓટીટી-૨માં આ વર્ષે નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે અને ખાસ કરીને યુટ્યુબ્રસને પણ આ કાર્યક્રમમાં મોકો મળ્યો છે, તો ક્યારે કિસિંગ સીન તો ક્યારેક અભદ્ર ભાષાના ઉપયોગના કારણે આ શો ખુબ જ ચર્ચા માં રહે છે. ત્યારે શનિવાર કા વારમાં આ વખતે બેબીકા,મનીષા રાની,એલ્વીશને સલમાન ખાનનો ગુસ્સો સહન કરવો પડ્યો છે. ત્યારે આ વિકએન્ડમાં યુટ્યુબર આશિકા ભાટિયા ઘરની બહાર થઇ છે.

ખતરો કે ખેલાડી શોમાં કોણ બન્યું એલીમેશન સ્ટંટનો શિકાર

image 34

એક તરફ બિગબોસ ઓટીટી-૨ તો બીજી તરફ ખતરો કે ખેલાડી શો તહલકો મચાવ્યો છે. ત્યારે ખતરો કે ખેલાડી કાર્યક્રમમાં આ સપ્તાહે અંજુમ ફકીહ ભારત પરત ફર્યા છે. પાર્ટનર સ્ટંટમાં અંજુમે ઐશ્વર્યાને પોતાના પાર્ટનર તરીકે પસંદ કરી હતી, ત્યારે અંજુમને પસંદગી ભારે પડી છે… અંજુમે કુમકુમ ભાગ્ય સિરિયલથી લોકોના દિલમાં સ્થાન બનાવ્યું છે.

આવી અવનવી બોલીવુડ, હોલીવુડ અને ઢોલીવુડની ચર્ચા માટે જોડાયેલા રહો વીઆર લાઈવ સાથે

આપ યુટ્યુબ, ફેસબુક અને વેબસાઈટ પર મેળવી શકો છો ખબરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments