મોંઘવારીના મારથી લોકો પરેશાન,શાકભાજીના સતત વધી રહ્યાં છે ભાવ

0
174
મોંઘવારીના મારથી લોકો પરેશાન
મોંઘવારીના મારથી લોકો પરેશાન

મોંઘવારીના મારથી લોકો પરેશાન

શાકભાજીના સતત વધી રહ્યાં છે ભાવ

ઓક્ટોબર સુધી ભાવ વધારાથી નહીં મળે રાહત  

મોંઘવારીના મારથી લોકો પરેશાન છે.શાકભાજીના સતત વધી રહ્યાં છે ભાવ.હાલમાં દેશના લગભગ દરેક ભાગમાં શાકભાજીના ભાવથી લોકો પરેશાન છે. રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવ આસમાને છે જેમાં ટામેટા મુખ્ય છે. આગામી કેટલાક મહિના સુધી  શાકભાજીના ભાવ વધારાથી કોઈ પણ  રાહત મળવાની નથી.શાકભાજીના ખેડૂતો અને વેપારીઓનું કહેવું છે કે ઓક્ટોબર પહેલા મોંઘવારીની સમસ્યામાંથી છુટકારો મેળવવાની કોઈ રસ્તો નથી.

સત્તાવાર ડેટા દર્શાવે છે કે શાકભાજીના ભાવ, જે એકંદર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) ના 6% હિસ્સો ધરાવે છે, તે જૂનમાં સાત મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે, જે મહિને દર મહિને 12% વધી રહ્યો છે,સામાન્ય રીતે શાકભાજીના ભાવ ઓગસ્ટથી નીચે આવે છે. આ માસ સુધીમાં નવો પાક આવે છે. પરંતુ આ વર્ષે એવું થવાની ધારણા નથી. સપ્લાય ઓછો રહેવાના કારણે ઓક્ટોબર સુધી ભાવ ઉંચા રહેશે તેવું વેપારીઓનું માનવું છે. વેપારીઓનું કહેવું છે કે ચોમાસાને કારણે શાકભાજીની સપ્લાય ચેઈન ખોરવાઈ રહી છે.શાકભાજીના ભાવની અસર સામાન્ય માણસના ખિસ્સા પર જ નથી પડતી. તે રાજકારણને પણ પ્રભાવિત કરે તેવી શક્યતા છે. આગામી મહિનાઓમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ડુંગળી, કઠોળ, ગાજર, આદુ, મરચાં અને ટામેટાં જેવી મોંઘી ખાદ્ય ચીજવસ્તુઓ આગામી થોડા મહિનામાં રાજ્યની ચૂંટણીઓ પહેલા મતદારોમાં અસંતોષ પેદા કરશે તેવી અપેક્ષા છે. એટલું જ નહીં, ઊંચા ભાવ છૂટક ફુગાવાને પણ વેગ આપશે. જુલાઈમાં છૂટક ફુગાવો સાત મહિનાની ઊંચી સપાટીએ પહોંચવાની ધારણા છે.

એરએશિયાની મોટી ચૂક,વાંચો અહીં