એરએશિયાની મોટી ચૂક,વાંચો અહીં

0
172
એરએશિયાની મોટી ચૂક,વાંચો અહીં
એરએશિયાની મોટી ચૂક,વાંચો અહીં

એરએશિયાની મોટી ચૂક

કર્ણાટકના ગવર્નર વગર ફ્લાઈટે કર્યું ટેકઓફ

એરલાઈન્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

એરએશિયાની એક ફ્લાઇટ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને લીધા વિના ગુરુવારે કેમ્પેગૌડા એરપોર્ટ (KIA) પરથી ઉપડી હતી. રાજભવનનો આરોપ છે કે ગવર્નર સમયસર ફ્લાઈટ પર પહોંચી ગયા હતા, તેમ છતાં તેમને ફ્લાઈટમાં બેસવા દેવામાં આવ્યા ન હતા. રાજ્યપાલે તેમના પ્રોટોકોલ અધિકારીઓને એરલાઈન સામે કાર્યવાહી શરૂ કરવા કહ્યું છે.આ મામલામાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોતના પ્રોટોકોલ ઓફિસરે એરલાઈન્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આરોપ છે કે ક્રૂ મેમ્બરોએ ગવર્નર થાવર ચંદ ગેહલોતને એરએશિયા ની ફ્લાઈટમાં બેસવા દીધા ન હતા. વિમાને બપોરે લગભગ 2.05 વાગ્યે હૈદરાબાદ માટે એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. રાજભવનના પ્રોટોકોલ ઓફિસર વેણુગોપાલે જણાવ્યું કે રાજ્યપાલ લગભગ 1.35 વાગ્યે એરપોર્ટ પર પહોંચ્યા હતા. પ્રોટોકોલ મુજબ, તેમની પાસે Z+ શ્રેણીની સુરક્ષા છે. આવી સ્થિતિમાં તેમણે પ્લેનમાં છેલ્લે ચડવાનું હતું ગ્રાઉન્ડ હેન્ડલરને સામાન સોંપ્યો હતો. ટર્મિનલ 1 થી પ્લેન સુધી પહોંચવામાં સમય લાગે છે. ગવર્નર 2:06 વાગ્યે ફ્લાઇટમાં પહોંચ્યા, જ્યારે ફ્લાઇટનો નિર્ધારિત ટેક-ઓફ સમય 2:05 હતો. જોકે, પ્લેનના દરવાજા ખુલ્લા હતા. આ છતાં, ઘણી વિનંતીઓ પછી, તેમને ફ્લાઈટમાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

ગવર્નર ગેહલોતને એરએશિયાની ફ્લાઈટથી હૈદરાબાદ જવાનું હતું. અહીંથી તેમને દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા માટે રોડ માર્ગે રાયચુર જવાનું હતું. આરોપ છે કે ક્રૂ મેમ્બરોએ ગવર્નર થાવર ચંદ ગેહલોતને એરએશિયા ઈન્ડિયાની ફ્લાઈટમાં બેસવા દીધા ન હતા.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ