લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત
રાજ્યસભામાં પણ હોબાળો
વિપક્ષે કાળા કપડા પહેરીને મણિપુરની ઘટનાનો વિરોધ કર્યો
સંસદમાં મણિપુર હિંસા અંગે વિપક્ષનો હોબાળો યથાવત છે વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ સાથે જ રાજ્યસભામાં પણ હોબાળો ચાલુ છે. રાજ્યસભામાં પણ હંગામાને કારણે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી જ્યારે વિપક્ષ કાળા કપડા પહેરીને મણિપુરની ઘટનાનો વિરોધ કરી રહ્યો છે, ત્યારે શાસક પક્ષ વિપક્ષ પર ખૂબ જ ગંભીર મુદ્દા પર રાજનીતિ કરવાનો આરોપ લગાવી રહ્યો છે. વિપક્ષની માંગ છે કે મણિપુર હિંંસા અંગે વડાપ્રધાન મોદી સંસદમાં નિવેદન આપે
મણિપુર હિંસા અંગે સંસદમાં હોબાળો
વિદેશ મંત્રી એસ જયશંકરે વિપક્ષ પર કર્યાં પ્રહાર
રાષ્ટ્રીય હિતના મુદ્દાઓ પર રાજનીતિ ન કરવી જોઈએઃ વિદેશ મંત્રી
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ‘હું છેલ્લા કેટલાક મહિનાઓમાં થયેલી ઘટનાક્રમ વિશે ગૃહને સંબોધવા માંગતો હતો. તમે જોયું કે વડા પ્રધાનનો સફળ યુએસ પ્રવાસ હતો પરંતુ મને ખરાબ લાગ્યું કે વિપક્ષ સાંભળવા પણ તૈયાર નથી. એવું લાગે છે કે તે માત્ર દેશની દરેક ઉપલબ્ધિની ટીકા કરવા માંગે છે. વિદેશ નીતિ એક એવું ક્ષેત્ર છે જ્યાં દરેક વ્યક્તિ સાથે મળીને કામ કરે છે. આપણે દેશમાં ચર્ચા કરી શકીએ છીએ પરંતુ દેશની બહાર જઈને એકતા દાખવવી જોઈએ. વિપક્ષે એ જોવું જોઈએ કે જ્યારે તે દેશના હિતમાં હોય ત્યારે રાજનીતિને બાજુ પર રાખીને તેના વખાણ કરવા જોઈએ.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું નિવેદન
વર્તમાન વિપક્ષનું ભવિષ્ય અંધકારમાઃપિયુષ ગોયલ
રાજ્યસભામાં વિપક્ષનો વિરોધ
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે વિપક્ષ પર કર્યાં પ્રહાર
રાજ્યસભામાં વિપક્ષના કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે આટલા ગંભીર મુદ્દા પર રાજનીતિ થઈ રહી છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તે ભારતના સન્માન સાથે સંબંધિત છે. મને લાગે છે કે જેઓ કાળા કપડાં પહેરે છે તેઓ દેશની વધતી શક્તિને સમજી શકતા નથી. તેનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય અંધકારમાં છે પરંતુ અમે આશા રાખીએ છીએ કે તેના જીવનમાં પણ પ્રકાશ આવે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ