ચોમાસાની સીઝનમાં રોગચાળો વકર્યો

0
196
In the monsoon season, the sick people
In the monsoon season, the sick people

ચોમાસાની સીઝનમાં રોગચાળો વકર્યો

સ્માર્ટ સિટી અમદાવાદમાં લોકો બની રહ્યા છે રોગચાળાનો ભોગ

ચાલુ માસમાં  રોગચાળો વકર્યો

ડેન્ગ્યુના ૭૩ નોંધાયા

ઝાડા-ઉલ્ટીના ૭૭૩ કેસ નોંધાયા

અમદાવાદમાં કોલેરાના ૬ કેસ નોંધાયા

ચોમાસાની સીઝનમાંઅમદાવાદમાં રોગચાળો વકર્યો છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં લોકો રોગચાળાનો ભોગ બની રહ્યં છે. અમદાવાદમાં ચાલુ મહિનામાં ઝાડા-ઉલ્ટીના ૭૭૩ કેસ, ડેન્ગ્યુના ૭૩ કેસ, કમળાના ૧૩૪ કેસ ચિકન ગુનિયાનો 1 કેસ નોંધાયો છે.અમદાવાદમાં  કોલેરાના ૬ કેસ નોંધાયા છે.જેમાં વટવામાં ૩. ઇન્દ્રપુર,.લાંભા,થલતેજમાં કોલેરાનાં એક એક કેસ સામે આવ્યાં છે.સાથે અમદાવાદ શહેરમાં આંખો આવવાના કેસમાં વધારો થયો છે. અમદાવાદમાં આંખો આવવાના  એક સપ્તાહમાં ૧૨૦૦૦  કેસો નોધાયા છે. UHC CHC.તેમજ સરકારી હોસ્પિટલમાં આંખો આવવાના કેસો નોંધાઈ રહ્યા છે. AMC દ્વારા આંખના ટીપાં આપવામાં  આવી રહ્યાં છે

રોગચાળાના આંકડા

ડેન્ગ્યુના કેસ ૭૩

સાદા મલેરીયાના કેસ-  ૩૭

ચિકન ગુનિયાના કેસ..૧

ઝાડા ઉલ્ટીના કેસ..૭૭૩

કમળાના કેસ..૧૩૪

ટાઇફોઇડના કેસ..૩૨૫

કોલેરાના કેસ  ૬

આંખ આવવાના કેસોમાં સતત વધારો

અમદાવાદ શહેરમાં એક સપ્તાહમાં હજારો કેસ નોંધાયા

એક સપ્તાહમાં 12 હજારથી વધુ કેસો નોંધાયા

ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ બાદ રોગચાળો વકરી રહ્યો છે. ખાસ કરીને કંજક્ટિવાઇટિસના કેસોમાં વધારો થતો જઇ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં કંજક્ટિવાઇટિસના કેસો નોંધાઈ રહ્યા છે. તે ઉપરાંત દિલ્હી,મુંબઈ જેવા શહેરમાં પણ કંજક્ટિવાઇટિસના કેસોમાં વધારો થયો છે. ત્યારે તબીબોના જણાવ્યા અનુસાર શહેરમાં યુવાનો મોટા પાયે આંખના ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યા છે. ડોકટરોનું કહેવું છે કે તે આંખોની રોશની માટે ખતરનાક નથી, પરંતુ તેનાથી બચવા અને સાજા થવા માટે સલાહની જરૂર છે.આ ઋતુ પરિવર્તન છે અને તેની સાથે વાયરલ ઈન્ફેક્શન, બેક્ટેરિયલ ઈન્ફેક્શન અને એલર્જીના કેસ પણ વધે છે.ડોકટરોએ ચેપના ફેલાવાને ઘટાડવા માટે સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવાની સલાહ આપી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ