પેટલાદના દંતાલી ગામનુ  તળાવ ફાટતાં ગામમાં પાણી ફરી વળ્યા

0
358
After the lake of Dantali village of Petlad burst, the village flooded again
After the lake of Dantali village of Petlad burst, the village flooded again

પેટલાદના દંતાલી ગામનુ  તળાવ ફાટતાં ગામમાં પાણી ફરી વળ્યા

 ગ્રામ્ય વિસ્તારમાં તળાવો ઓવર ફલો થવાની તૈયારીમાં

ઢીંચણ સુધી પાણી ભરાયા

જનજીવન પ્રભાવિત

પેટલાદના દંતાલી ગામનુ  તળાવ ફાટતાં ગામમાં પાણી ફરી વળ્યા હતા.હવામાન ખાતાની આગાહી મુજબ શનિવાર તેમજ રવિવારના દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી હતી  તે મુજબ ખંભાતમાં ધમાકેદાર વરસાદ પડતા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. પેટલાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડતાં કેટલાય ગામના તળાવો ઓવર ફલો થવાની તૈયારીમાં છે . ગ્રામ્ય વિસ્તારની જાણવા મળતી માહિતી મુજબ ગ્રામ્ય વિસ્તારમાં તળાવો માછલીના ઉત્પાદન માટે ભાડે આપતા માછલીના ઇજાર દારો એ પાણી અટકાવવા માટે પાળા બાધેલા હોય પાણી જઈ ન શકતા ઓવર ફલો થવાની તૈયારી હોય ગામમાં પાણી ઘુસી જવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ત્યારે પેટલાદ તાલુકાના દંતાલી ગામનુ તળાવ ભારે વરસાદ ને કારણે ઓવર ફલો થતાં તળાવનું પાણી ગામમાં ફરી વળ્યુ છે અને ગામના મુખ્ય માર્ગો ઉપર ઢીંચણ સુધી પાણી ભરાઈ જવા પામ્યું જેના કારણે જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે.જોકે હવામાન ખાતાની આગાહી મુજબ વધુ વરસાદ પડશે તો તળાવમાં  પાણી વધશે તો લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ જશે ભીતિ લોકો સેવી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી

3 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે

સુરત, વલસાડ,નવસારીમાં અત્યંત ભારે વરસાદની આગાહી

દ્વારકા, પોરબંદર,જામનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી

24 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે

હવામાન વિભાગે ગુજરાતમાં  આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. સમગ્ર ગુજરાતમાં 23 જુલાઇ સુધી મૂશળધાર વરસાદનું અનુમાન છે.હવામાન  વિભાગની આગાહી મુજબ હાલ રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ એકસાથે એક્ટિવ હોવાથી આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ બારે મેઘ ખાંગા થાય તેવી સ્થિતિ સર્જાઇ શકે છે. આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદનું અનુમાન છે. સુરત, વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી છે.સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી છે. દ્રારકા, પોરબંદર,જામનગર જિલ્લામાં 22 અને 23 જુલાઇ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. નોર્થ ગુજરાતમાં પણ આજે અને કાલે ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગર, અમદાવાદ, બનસાકાંઠાના વિસ્તારમાં પણ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.  હવામાન વિભાગની આગાહી મુજબ 24 જુલાઇ બાદ રાજયમાં વરસાદનું જોર ઘટશે

વાંચો અહીં મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનમાં 27 લોકોના મોત