મોદી સરનેમ માનહાનિ કેસ મુદ્દે સુપ્રિમ કોર્ટ માંથી રાહુલ ગાંધીને કોઇ રાહત નહી- આગામી સુનાવણી 4 ઓગસ્ટે થશે

0
178
સુપ્રિમ કોર્ટ
સુપ્રિમ કોર્ટ

માનહાનિ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી એ સુપ્રિમ કોર્ટ માં કરેલી અરજી પર શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ પી. કે. મિશ્રાની બેંચે આગામી 4 ઓગસ્ટે વધુ સુનાવણી હાથધરવાનો નિર્ણય કર્યો છે. તેમજ સુપ્રિમ કોર્ટ માનહાનિ કેસ મામલે ગુજરાત સરકાર અને પૂર્ણેશ મોદીને પણ નોટિસ ફટકારી છે. આગામી 4 ઓગસ્ટ સુધી રાહુલ ગાંધીને કોઈ રાહત આપવા સુપ્રિમ કોર્ટએ ઈનકાર કર્યો છે. જેને લઈ હાઈકોર્ટનો ચુકાદો હાલ પૂરતો અમલી રહેશે.

આગામી 4 ઓગસ્ટે માનહાનિ કેસમાં સુપ્રિમ કોર્ટ ચુકાદો આપી શકે છે અને સુપ્રિમ કોર્ટનો જે ચુકાદો આવશે તે અંતિમ રહેશે. એટલે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને રાહત મળશે કે પછી મુશ્કેલીઓ વધશે તે આગામી સમય જ બતાવશે. મોદી અટકને લઈ કરેલી વાંધજનક ટિપ્પણી મામલે માનહાનિ કેસમાં સુરત મેટ્રો કોર્ટથી શરૂ થયેલી લડાઈ હવે સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી છે. માનહાનિ કેસના પગલે રાહુલ ગાંધીને પોતાનું સંસાદ સભ્યપદ ગુમાવવું પડ્યું છે. તેમજ જો સુપ્રિમ કોર્ટ હાઈકોર્ટના ચુકાદને યથાવત રાખે છે તો 2024ની લોકસભાની ચૂંટણી રાહુલ ગાંધી નહીં લડી શકે, જે કોંગ્રેસ માટે નુકસાનકારક થશે. આ કેસની વિગત મુજબ 2019ના લોકસભાના ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં આવેલા કોલારમાં એક રેલી દરમિયા રાહુલ ગાંધીએ મોદી અટકને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું, જેના કારણે ભાજપના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે, રાહુલ ગાંધીએ આ ટિપ્પણીથી સમગ્ર મોદી સમાજને બદનામ કર્યો છે.

રાહુલ ગાંધી વિરુદ્ધ આઈપીસી કલમ 499 અને 500(માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ટિપ્પણીના સંદર્ભમાં સુરતની મેટ્રો કોર્ટે કલમ 504 હેઠળ બે વર્ષની સજા તેમજ 15 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જે બાદ રાહુલ ગાંધીને પોતાનું સાંસદ સભ્યપદ ગુમાવવું પડ્યું હતું. બાદમાં રાહુલ ગાંધીએ આ મામલે સુરત સેશન્સ કોર્ટમાં માનહાનિ કેસમાઠી છુટકારા માટે અરજી કરી હતી. જેમાં સુરત સેશન્સ કોર્ટે પણ સુરત મેટ્રો કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો હતો. ત્યાર બાદ સુરત સેશન કોર્ટના ચુકાદને રાહુલ ગાંધીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને હાઈકોર્ટે પણ સુરત સેશન કોર્ટના ચુકાદને યથાવત રાખતા સમ્રગ મામલો સુપ્રિમ કોર્ટ