અમદાવાદનીએ ગોઝારી રાત્રે બે પોલીસકર્મીઓ સહિત એક હોમગાર્ડના જવાનનું અકાળે મોત અને સાથે બીજા નવલોહિયા યુવાનોને પણ ફંગોળ્યા હતા જેગુઆર કાર ચાલકે . આ દુર્ઘટનામાં આશાસ્પદ યુવાનોના મોતથી સમગ્ર ગુરાત સહિત દેશભરમાં પડઘા પડ્યા છે.
પરંતુ જયારે આ પોલીસ જવાનોના યુમૃતદેહ પોતાના વતન પહોંચ્યા ત્યારે ગામ આખું હિબકે ચડ્યું હતું. સમગ્ર એસ.જી હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. તેમાં મૂળ ગોધરાના સાંપા દામના અને અમદાવાદ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણનું પણ અકાળે નિધન થયું હતું. તેમનો પાર્થિવ દેહ જયારે વતન પહોંચ્યો ત્યારે સાંપા ગામ હિબકે ચડ્યું હતું. ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો. વાતાવરણ આક્રંદથી ગમગીન બન્યું હતું. સ્વ. જશવંતસિંહ ચૌહાણની દીકરીનું એક જ રટણ છે મારા પપ્પા પાછા ક્યારે આવશે ? ત્યારે ત્યાં હાજર તમામ લોકો પણ જવાબ આપી શક્ય નથી. કાળમુખો તથ્ય પટેલ ભલે પોલીસ કસ્ટડીમાં રાત્રે સરકારી ભોજન લઈને આરામથી સુતો હતો પરંતુ આ પોલીસ જવાનોના પરિવારોનો આધાર અને રાતોની નિંદ્રા છીનવાઈ ગઈ છે .

આ દુર્ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પરમારનું પણ મોત નીપજ્યું હતું તેમનો પરિવાર પણ શોકાતુર છે અને પરિવારો આક્રંદ કરી રહ્યા છે. આ બંને જવાનોને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે એક પણ હજાર વ્યક્તિ પોતાના આંખોમાં પાણી આવતા રોકી શક્યો નથી. આ ઉપરાંત હોમગાર્ડ જવાન તરીકે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નીલેશ ખટીક પણ અકાળે નિધન પામ્યા છે તેમનો મૃતદેહ વતન પહોંચ્યો ત્યારે તેમના પરિવારના પાંચ લોકોનો આધાર હતો. હવે તે રહ્યો નથી. પાંચ લોકોના પેટ ભરવા નીલેશ ખટીક હોમગાર્ડની સામાન્ય નોકરી કરીને નજીવા પગારમાં પણ પોતાની જવાબદારી નિભાવતો હતો. હવે તે આધાર કાળમુખા પૈસાદાર બાપના નબીરાએ છીનવી લીધો છે. કરોડપતિ બાપના દીકરાએ એક ઝાટકે આ ગરીબ યુવાનોન પરિવારને રડતા કર્યા છે.

તેજ રીતે બોટાદ અને સુરેન્દ્રનગરના યુવાનો પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા . તથ્ય પટેલ નામના યુવકે ૧૬૦ કિલોમીટરની ઝડપે કાર ચલાવીને નવ લોકોને સ્થળ પરજ 30 થી 40 ફૂટ ફંગોળ્યા હતા. જેમાં બોટાદના યુવકો અક્ષય ચાવડા અને રોનક વિહલપરા તથા કૃણાલ કોડિયા ના મૃતદેહ વતન લઇ જવામાં આવ્યા છે. ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું. ગામમાં સન્નાટો જોવા મળી રહ્યો હતો. રોનક, કૃણાલ અને અક્ષરના પાર્થિવદેહને વતન પહોંચ્યા ના સમાચાર મળતાજ આક્રંદ જોવા મળ્યો . એસજી હાઇવે અમદાવાદ ગોઝારા અકસ્માતમાં બોટાદના કૌટુંબિક ભાઈઓનાં મોત નીપજ્યા હતા. યુવકોની અંતિમયાત્રામાં આખું ગામ ઊમટ્યું હતું. પરિવારજનોનું આક્રંદ જોતા ભલભલાનું હૈયું હચમચીજાય તેવા દ્રશ્યો જોવા મળ્યા . કાળમુખા નબીરાએ નવ યુવકોને ભરખી ગયો છે.
કાળમુખા તથ્ય પટેલની ધરપકડ થઇ ચુકી છે અને તેના પિતાની પણ અગાગ અલગ કેસ હેઠળ પોલીસ કસ્ટડીમાં છે ત્યારે આ તમામ યુવાનોનો પરિવાર ન્યાયની આશાએ સરકારને વિનતી કરે છે.