એક તરફ ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે અને અન્ય શાકભાજીના ભાવ પણ લાલઘુમ છે . ગૃહિણીઓના બજેટ પર કાતર ફરી છે અને સામાન્ય પરિવારોની થાળીમાંથી ટામેટા સહિતની શાકભાજી ગાયબ છે. ત્યારે છત્તીસગઢના બસ્તર જીલ્લામાં લોકો આ શાકભાજી ની આતુરતાથી રાહ જોઇને બેઠા હોય છે અને મો માંગી કીમતે પણ ખરીદતા હોય છે. બસ્તર સહિતના આસપાસના જિલ્લાઓમાં આ શાકભાજી લોકોને પ્રિય છે અને આ શાકભાજીનું નામ છે બોડા. સ્થાનિકો આ શાકભાજીને હોશે હોશે ખરીદી રહ્યા છે. આ વર્ષે સિઝનમાં બે હજાર રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહી છે. અને આદિવાસી જીલ્લામાં વરસાદની સીઝન શરુ થાય ત્યારે આ શાકભાજી બજારમાં વેચાણ અર્થે આવતું હોય છે.
જાણકારોનું કહેવું છેકે આ શાકભાજીના સેવનથી અનેક પ્રકારની બીમારીઓથી છુટકારો મળે છે. આજ કારણથી લોકો ભલે ઉંચી કિમતો હોય પણ ખરીદી રહ્યા છે. જાણકારોના માટે મશરૂમની 12 પ્રજાતિઓમાંથી એક બોડા શાકભાજી બસ્તરના શાકભાજી તરીકે પ્રખ્યાત છે. અને એક પ્રકારનું કંદમૂળ છે. જે સાલના ઝાડની નીચે તેની ખેતી કરવામાં આવે છે . સાલના ઝાડ નીચે થતું આ કંદમૂળ બોડામાં ફાઈબર, સેલેનીયમ ,પ્રોટીન , પોટેશિયમ , વિટામીન ડી, અને એન્ટી -બેક્ટેરીયલ ગુણ હોય છે.
આયુર્વેનના જાણકારોના મત પ્રમાણે આ શાકભાજીના સેવનથી શુગર , હાઈબીપી,બેક્ટેરીયલ બીમારીઓ, કુપોષણ,અને પેટના રોગમાં ખુબ ઉપયોગી છે. આ ઉપરાંત ઇમ્યુંનીટી બુસ્ટર તરીકે કામ કરે છે. આજ કારણે અહીના સ્થાનીકોમાં આ બોડા શાકભાજી ખુબ પસંદ કરેછે અને ઉંચી કીમતોમાં પણ ખરીદી રહ્યા છે. બીજું એક કારણ પણ છે કે આ શાકભાજી માત્ર બે મહીનાજ બજારમાં મળતું હોય છે તેથી લોકો તેની રાહ જોઈ રહ્યા હોય છે.
ભારતીય સંકૃતિમાં અનેક લીલા શાકભાજી અને કંદમૂળ જટિલ રોગની સારવાર માટે વપરાતા હોય છે તેમાં પણ હળદર, આદું, સહિત લીલા ભજી પણ લગભગ તમામ રોગોમાં ઉત્તમ છે.
અને છેલ્લે એક મહત્વની ટિપ્સ જે આપણને નીરોગી રાખવામાં મદદ કરશે.
પાણી: પુષ્કળ પાણી પીને સારી રીતે હાઈડ્રેટ રહો. તે તમને ભરેલું અનુભવવામાં અને અતિશય આહાર અટકાવવામાં મદદ કરી શકે છે.
📍હર્બલ ટી: ગ્રીન ટી અથવા પેપરમિન્ટ ટી જેવી હર્બલ ટીનો સમાવેશ કરવાનું વિચારો, જેના વજન નિયંત્રણ માટે સંભવિત લાભો હોઈ શકે છે.
📍સુગરયુક્ત ખોરાક અને પીણાં મર્યાદિત કરો: ખાંડયુક્ત પીણાં, કેન્ડી, પેસ્ટ્રી અને પ્રોસેસ્ડ નાસ્તાનું સેવન ઓછું કરો કારણ કે તેમાં કેલરી વધુ હોય છે અને પોષક મૂલ્ય ઓછું હોય છે.
📍ભાગ નિયંત્રણ: ભાગના કદ પર ધ્યાન આપો અને અતિશય આહાર ટાળો. તમારા ખોરાકના સેવનને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે નાની પ્લેટ અને બાઉલનો ઉપયોગ કરો.
📍માઈન્ડફુલ ઈટિંગ: તમારા ખોરાક પર ધ્યાન કેન્દ્રિત કરીને, ધીમે-ધીમે ખાવાનું અને તમારા શરીરની ભૂખ અને પૂર્ણતાના સંકેતો સાંભળીને માઇન્ડફુલ ખાવાની પ્રેક્ટિસ કરો.