હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ભારે વરસાદ
ભારે વરસાદન લીધે પૂર જેવી સ્થિતિ સર્જાઈ
22 જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ભારે વરસાદને કારણે સલુની સબ ડિવિઝનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. કેટલાક મકાનોને પણ નુકસાન થયું છે. કાર્યકારી સબ-ડિવિઝનલ ઓફિસર વિનોદ કુમારે જણાવ્યું કે, ભારે વરસાદને કારણે નાળામાં પાણીનું સ્તર વધ્યું છે.
પાંચ પરિવારોના ઘર ખાલી કરાવવામાં આવ્યા છે. તેમને સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો છે. હવામાન કેન્દ્ર શિમલાએ રાજ્યમાં ચાર દિવસ સુધી ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. મેદાની, મધ્યમ અને ઊંચા પર્વતીય જિલ્લાઓના ઘણા ભાગોમાં 22 જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં 24 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.હિમાચમામાં વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયાં છે. અનેક જિલ્લાઓમાં માર્ગો પાણીમાં વહી ગયાં છે.જેના કારણે અનેક જિલ્લાઓમાં વાહન વ્યવાહર ખોરવાયું છે. અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
હિમાચલ પ્રદેશમાં જનજીવન પ્રભાવિત
તોફાનના કારણે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે હાઇવે સહિત અનેક રસ્તાઓ બંધ છે. દરમિયાન, હવામાન વિભાગ (IMD) એ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હિમાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, 21 જુલાઈ સુધી 7 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
વાંચો અહીં ગુજરાતના ૪ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ