ટામેટા ના વધતા કિમતોએ માર્કેટમાંથી ટામેટા પ્યુરીનો થયો સ્ટોક સમાપ્ત ! માર્કેટમાં પડી અવળી અસર

0
175
ટામેટા
ટામેટા

ટામેટા ની વધતી કિંમતોએ સામાન્ય ગૃહિણીનું બજેટ તો ખોરવાયુ જ છે સાથે સાથે હવે માર્કેટમાં સારા ટામેટા પણ મળી નથી રહ્યાં. મોટી મોટી ફુડ કંપનીઓએ તો પોતાની પ્રોડક્ટમાંથી ટામેટા ની હટાવી દીધા છે ત્યારે હવે ટામેટાના ભાવ વધારાની અસર  તેમાંથી તૈયાર કરેલા ઉત્પાદનો પર પણ પડી છે. ટામેટાની  પ્યુરી વિશે વાત કરીએ તો, બિગ બાસ્કેટ, સ્વિગી ઈન્સ્ટામાર્ટ, બ્લિંકિટ જેવા ઓનલાઈન ગ્રોસરી પ્લેટફોર્મ પર તેની માંગ અનેકગણી વધી ગઈ છે.

ટામેટા પ્યુરીનો સ્ટોક ખતમ

ઓફલાઈન સ્ટોર્સ અને રિટેલર્સમાં પણ ટામેટા પ્યુરીની માંગ વધી છે અને ઘણી જગ્યાએ સ્ટોક પણ ખતમ થઈ રહ્યો છે. બીજી તરફ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ તેનું ઉત્પાદન વધારી રહી છે. જો કે, ટામેટાંના વધતા ભાવથી ટામેટાના ઉત્પાદનોના ભાવ પર પણ અસર થવાની ધારણા છે.

ટોમેટો પ્યુરીની માંગમાં બમ્પર વધારો

પ્યુરી અને ફ્રોઝન વેજીટેબલ સેક્ટરની અગ્રણી કંપની મધર ડેરીએ છેલ્લા બે સપ્તાહમાં તેના ઉત્પાદનોની માંગમાં નોંધપાત્ર વધારો જોયો છે. તે જ સમયે, ફ્રોઝન શાકભાજીની માંગમાં 50 ટકાનો વધારો થયો છે.આ સંદર્ભે મધર ડેરી ફ્રુટ એન્ડ વેજીટેબલના પ્રવક્તાએ કહ્યું કે, ટામેટા ની પ્યુરીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે, જેને ધ્યાનમાં રાખીને અમે ઉત્પાદન વધાર્યું છે.મધર ડેરી ફ્રુટ એન્ડ વેજીટેબલ પ્રાઈવેટ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “છેલ્લા 15 દિવસમાં સફલ ટોમેટો પ્યુરીની માંગમાં 300%નો વધારો થયો છે. માંગમાં વધારાને ધ્યાનમાં રાખીને ટોમેટા ની પ્યુરીના ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો છે.

ટામેટાના ભાવમાં બેફામ વધારો, સરકારે કેવી રીતે આપી રાહત

દિલ્હી-એનસીઆરના છૂટક બજારોમાં, તાજા ટામેટાંના ભાવ 28-30 રૂપિયા વેચાતા ટામેટા હવે એક મહિનામાં 200 રૂપિયાને પાર કરી ગયા છે.જોકે, ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના મંત્રાલય હેઠળના ‘ડિપાર્ટમેન્ટ ઑફ કન્ઝ્યુમર અફેર્સ’ના નિર્દેશો પર શુક્રવારથી દિલ્હી-એનસીઆરમાં ટામેટાં સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. હાલમાં લોકોને રૂ.90 પ્રતિ કિલોના ભાવે ટામેટાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ સિસ્ટમ અન્ય શહેરોમાં પણ સપ્તાહના અંતે શરૂ કરવામાં આવશે.